તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝેરી મધમાખી કરડતાં PTCના સફાઇ કર્મીનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના પોલીસ તાલીમ મહાવિદ્યાલયના સફાઇ કર્મચારીને ઝેરી મધમાખી કરડી જતાં તેનું મોત થયું હતું.
પોલોસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ પીટીસીના સફાઇ કામદાર ચનાભાઇ કેશવભાઇ જેઠવા (ઉ. 50) ને ગઇકાલ તા. 28 મીએ સવારે 11:30 વાગ્યાના અરસામાં પીટીસી હોસ્ટેલ સંકુલમાં ઝેરી મધમાખી કરડી જતાં તેઓ બેભાન થઇ ગયા હતા. આથી તેમને તાબડતોબ સિવીલમાં સારવાર માટે ખસેડાઇ રહ્યા હતા. જોકે, રસ્તામાંજ તેઓએ અંતિમશ્વાસ લીધા હતા. બનાવની તપાસ એસસીએસટી સેલના ડિવાયએસપી એચ. એસ. રત્નુ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...