તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુહાનના લોકોએ કહ્યું અહીં 3200 નહીં 42 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

{ દરરોજ 3500 અસ્થિ કળશ પરિજનોને મોકલાઈ રહ્યાં છે

ચીનના વુહાનથી દુનિયાભરમાં કોરોના વાઈરસ ફેલાયો હતો. બ્રિટિશ મીડિયા ડેલી મેલના અહેવાલ અનુસાર વુહાનના સ્થાનિકો કહે છે કે અહીં 42 હજાર લોકો કોરોના વાઈરસને કારણે મૃત્યુ પામ્યા છે. અહીંના સાત સ્મશાનગૃહોથી દરરોજ 500-500 અસ્થિ કળશ મૃતકોના પરિજનોને મોકલાઈ રહ્યાં છે. આ દૃષ્ટિએ દરરોજ 3500 લોકોને અસ્થિ કળશ મોકલવામાં આવી રહ્યાં છે. રિપોર્ટ મુજબ હાંકૂ, વુચાંગ અને હનયાંગમાં લોકોને કહેવાયું છે કે તેમને 5 એપ્રિલ સુધી તેમના પરિજનના અસ્થિ કળશ અપાશે. આ દિવસે અહીં કિંગ મિંગ મહોત્સવ શરૂ થશે. જેમાં લોકો તેમના પૂર્વજોની કબર પર જાય છે. એટલે કે અસ્થિ કળશ મોકલવાનો આ સિલસિલો 12 દિવસ ચાલશે. આ દૃષ્ટિએ અનુમાન લગાવાય તો 12 દિવસમાં 42 હજાર અસ્થિ કળશ વિતરિત કરવામાં આવશે. એક અન્ય રિપોર્ટમાં કહેવાયું છે કે હાંકૂમાં જ બે વખત 5 હજાર અસ્થિ કળશ અપાયા હતા.

દાવો : ચીન મૃતકોનો આંકડો છુપાવી રહ્યું છે


અહીં લાશોને બાળનારા લોકો 24 કલાક કામ કરી રહ્યાં છે

વુહાનના રહેવાશી ઝાંગ જણાવે છે કે સરકારી આંકડો સાચો નથી કેમ કે લાશોને બાળનારા લોકો 24 કલાક કામ કરી રહ્યાં છે. હુબેઈ પ્રાંતની એક વ્યક્તિએ કહ્યું કે અનેક લોકો તો ઘરમાં જ મરી ગયા હતા. એક મહિનામાં જ 28 હજાર લોકોના અંતિમ સંસ્કાર કરાયા હતા.
અન્ય સમાચારો પણ છે...