તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાનથી આવેલા લોકોએ હોમ ક્વોરન્ટાઇનના સિક્કા ભૂસી નાખ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનમાં મજુરી કરતો વર્ગ ફતેપુરા તાલુકા માદરે વતન પરત ફર્યા છે. આ લોકો પરત ફરતા અને તેમના હાથમા હોમકોરોન્ટાઇન વાળા સિક્કાઓ મારેલા જોવાતા સરપંચો દ્વારા આરોગ્ય વિભાગને આ બાબતની જાણ કરી હતી. રજુઆત પગલે ફતેપુરા તાલુકાના મોટી રેલ, વટલી ગામે આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસે પહોંચીને આવા લોકોની તપાસ હાથ ધરી હતી. મોટીરેલમાં મળી આવેલા લોકોના હાથ ઉપર મારેલા સિક્કા ભુંસેલા જોવા મળ્યા હતાં. પુછપરછ કરતાં બાંસવાડાની બોર્ડર ક્રોસ કરતાં પોલીસે તેમના હાથ ઉપર સિક્કા માર્યા હોવાની કેફિયત રજૂ કરી હતી. આરોગ્ય આરોગ્ય વિભાગ દ્વારા તમામની તપાસ કરવામાં આવતાં તેઓ સ્વસ્થ જણાયા હતાં. જોકે, તેમને હોમકોરોન્ટાઇન કરવામાં આવ્યા હતાં.

તમામ લોકો સ્વસ્થ છે પરંતુ શંકાના આધારે હોમ ક્વોરન્ટાઇન કરાયા

બાંસવાડાની બોર્ડર ક્રોસ કરવા પોલીસે સિક્કા માર્યા હોવાનો બચાવ કર્યો

તમામને હોમ ક્વોરન્ટાઇન કરાયા

મોટી રેલ અને વટલી ગામે રાજસ્થાનથી લોકો આરોગ્ય વિભાગ દ્વારા આ લોકોની પ્રાથમિક તપાસ કરાઇ છે પરંતુ કોઇને કોરોનાવાયરસના લક્ષણો જોવાતા નથી સાથે આ લોકોને 14 દિવસ સુધી હોમકોરોન્ટાઇ રહેવાની સલાહ અપાઇ છે. > કે આર હાંડા, તાલુકા હેલ્થ અધિકારી, ફતેપુરા.
અન્ય સમાચારો પણ છે...