તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશથી આવેલા લોકોએ પેરાસિટામોલથી તાવ મટાડ્યો, હવે એપથી નજર રખાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

{ 15 પ્રકારના દંડ, અત્યાર સુધી શહેરના 73 વિસ્તાર સેનિટાઈઝ થઈ ચૂક્યા છે

યુએઈમાં કોરોના વાઈરસની અસર છે પણ દુનિયા અને પાડોશી દેશો જેવી સ્થિતિ અહીં નથી. સરકારે દર્દીઓના ટેસ્ટિંગ અને દેખરેખની પૂરતી વ્યવસ્થા કરી છે. કોલોનીઓમાં સિક્યોરિટી ગાર્ડ અને ક્યારેક ક્યારેક પોલીસની ગાડીઓ આવીને સાવચેત કરે છે કે જે કેમિકલ અમે છાંટી રહ્યાં છીએ તેની આડઅસર ન થાય તે માટે બધા લોકો ઘરની અંદર રહે. કન્સ્ટ્રક્રશનનું કામ રોકી દેવાયું છે. મારપીટ, ઝઘડા, શારીરિક હેરાનગતિ જેવી કોઈ ફરિયાદ કે દૃશ્ય અત્યાર સુધી જોવા મળ્યું નથી. પોલીસ પણ સંપૂર્ણ શિષ્ટતા સાથે નિયમોનું પાલન કરી રહી છે. સંપૂર્ણ શહેરને સેનેટાઈઝ કરવા સરકારે 3 દિવસનો નેશનલ સ્ટરિલાઈઝેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેમાં જણાવાયું છે કે કયા દિવસે, કયા વિસ્તારમાં સફાઈ અને છંટકાવ કરાશે. તેને હવે 4 એપ્રિલ સુધી આગળ વધારાયો છે. દુબઈ નગર પાલિકાએ શુક્રવાર સુધીમાં શહેરના 73 વિસ્તારો, 129 સ્થળ, રોડ અને બહુમાળી ઈમારતોમાં કામ પૂરું કરી લેવાયું છે. આ કામ માટે 6 હેઝ સ્પ્રે, 34 પ્રેશર સ્પ્રે વાહન, 6 સફાઈ મશીન, 72 પ્રેશર સ્પ્રેયર લગાવાયા છે. હજારો વર્કર્સ દુબઈના 47 મેટ્રો સ્ટેશનો, 11 ટ્રામ સ્ટેશન, 11 ટ્રામ રેલવે, 1372 બસો અને 17 બસ સ્ટેશનને સેનિટાઈઝ કરવામાં વ્યસ્ત છે.

બીજી બાજુ વધુમાં વધુ લોકોને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવી છે. સ્કૂલ બંધ થવાથી અભ્યાસ પર અસર ન થાય તે માટે ઓનલાઈન અભ્યાસ જારી છે. બાળકો પણ ઈ-લર્નિંગ પ્રત્યે ગંભીર છે. સ્કૂલ આચાર્ય અને શિક્ષકો સતત ફીડબેક લઈ રહ્યાં છે. ઈ-લર્નિંગને કારણે ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પર લૉડ વધી રહ્યું છે. પણ ટેલીકોમ કંપનીઓ કુશળતાથી આ સમસ્યાને મેનેજ કરી રહી છે. બિઝનેસ, ટુરિઝમ બંધ વાથી સામાન્ય લોકો અને વેપારી વર્ગ ચિંતિત છે. પણ હાલ બધાને આશા છે કે તે જલદી જ દુનિયાને ફરી કહેશે કે વેલકમ બેક ટુ દુબઈ.

110 મહિલા, 40 પુરુષ આઇસોલેટ, જેથી દિવસ-રાત માસ્ક બનાવી શકે


એજન્સી ‌| ટ્યૂનિસ

અહીં 150 સ્ત્રી-પુરુષોએ એક મહિના માટે પોતાને એક ફેક્ટરીમાં આઇસોલેટ કરી લીધા છે. તેમાં રસોઇયા અને ફાર્માસિસ્ટ પણ છે, જેઓ હવે ફેક્ટરીના કર્મચારી બની ગયા છે. આ લોકો 1 દિવસમાં 50 હજાર માસ્ક તથા અન્ય મેડિકલ સુરક્ષા ઉપકરણો બનાવી રહ્યા છે. તેમાં 110 મહિલા અને 40 પુરુષ છે. કંપનીએ મહિલાઓ માટે જિમ, ડાન્સની જગ્યા જ્યારે પુરુષો માટે બાસ્કેટબોલ અને ફુટબોલ એરિયા તૈયાર કર્યા છે. ઇન્ટરનેટ તથા વીડિયો ચેટની સુવિધા પણ છે, જેથી તેઓ પરિવારના સંપર્કમાં રહી શકે. બધા માટે એક મહિનાનું રાશન તથા જરૂરી સામાન પણ રખાયો છે. ફેક્ટરીમાં રોજ સવારે 6.30 વાગ્યાથી 8-8 કલાકની બે શિફ્ટમાં કામ થઇ રહ્યું છે.

ચીનની તર્જ પર દિલ્હીની તૈયારી, રોજ 1 હજાર દર્દીને દાખલ કરવાનો પ્લાન, ખાનગી હોસ્પિટલોની પણ મદદ લેવાશે


દિલ્હી સરકારે કોરોના સામે લડવા બનાવેલી કમિટીના વડા ડૉ. એસ. કે. સરીને જણાવ્યું કે ચીનના પ્રથમ 1 હજાર દર્દીઓની સ્થિતિના આધારે તૈયારી કરી છે. ત્યાં 1 હજાર દર્દીમાંથી 140 દર્દીએ દાખલ થવું પડ્યું. 50ને આઇસીયુ અને 23ને વેન્ટિલેટરની જરૂર પડી. એક દર્દી 4થી 20 દિવસ દાખલ રહ્યો. દિલ્હીએ રોજ 500 દર્દી અને રોજ 1 હજારને દાખલ કરવાની જરૂરનો પ્લાન બનાવ્યો છે. ખાનગી હોસ્પિટલોની પણ મદદ લેવાશે. એક દિવસમાં 100 દર્દી આવે તો 14ને દાખલ કરવા પડશે અને તે માટે 5 આઇસીયુ બેડ તથા અંદાજે 2.3 વેન્ટિલેટરની જરૂર પડશે. તે માટે લોકનાયક અને રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આઇસીયુના 50-50 બેડ તથા આઇસોલેશનના 200-200 બેડ તૈયાર છે. જરૂર પડે તો લોકનાયકમાં 1 હજાર અને રાજીવ ગાંધીમાં 400 બેડ હોઇ શકે છે. જીટીબી, ડીડીયુ અને આંબેડકર હોસ્પિટલમાં પણ વ્યવસ્થા છે. 26 એમ્બ્યુલન્સ અલગ રખાઇ છે. જરૂર પડે તો બીજી 90 એમ્બ્યુલન્સ છે. રોજ 3 હજાર તપાસની તૈયારી છે. 10 એપ્રિલ સુધી લૉકડાઉન રહ્યું તો દર્દીઓની સંખ્યા વધવામાં ધીમે ધીમે ઘટાડો
થવા લાગશે.


ઈટાલી : ડૉક્ટર મૂંઝવણમાં કે કોને બચાવે કોને છોડી દે


અહીં વેન્ટિલેટર ખૂટી પડવાને કારણે ડૉક્ટરોએ આકરા નિર્ણયો કરવા પડી રહ્યાં છે. તેઓ નિર્ણય નથી કરી શકી રહ્યાં કે કોને બચાવે અને કોને છોડી દે? વડાપ્રધાન જ્યુસેપે કોન્ટેએ 3 એપ્રિલ સુધી લૉકડાઉનની જાહેરાત કરી હતી. ઈટાલીના પ્રસિદ્ધ વાયરોલોજિસ્ટ રોબટરે બરિયોનીએ શનિવારે ફેસબુક પર લખ્યું હતું કે આ સમયે સ્થિતિ એટલી ગંભીર છે કે તાજેતરના સમયમાં પ્રતિબંધોમાં ઢીલ આપવાનો કોઈ વિચાર પણ અવ્યવહારિક ગણાશે. આપણે હજુ પણ ઘરે જ રહેવાની જરૂર છે, નહીંતર અત્યાર સુધી જે આપણે બલિદાન આપ્યા છે તે બધા જ વ્યર્થ થઈ જશે.


રશિયા : ક્વૉરેન્ટાઈન તોડનારા 200 લોકોની અટકાયત


રશિયામાં કોરોના વાઈરસથી લડવા મામલે ટેક્નોલોજીએ મોટી ભૂમિકા ભજવી છે. ચાલુ વર્ષની શરૂઆતમાં રશિયામાં નવી સર્વેઈલન્સ સિસ્ટમ લોન્ચ કરાઈ હતી જેનો પ્રાઈવસી ભંગ મુદ્દે વિરોધ થઈ રહ્યો હતો પણ હવે આ સિસ્ટમ કોરોના વિરુદ્ધની લડાઈમાં કારગત સાબિત થઈ છે. ગત સપ્તાહે મોસ્કો પોલીસે 200 એવા લોકોની ધરપકડ કરી હતી જેમણે સેલ્ફ ક્વૉરેન્ટાઈનનો ભંગ કર્યો. તેમની ઓળખ મોસ્કોમાં લગાવેલા એક લાખ 70 હજાર કેમેરા સિસ્ટમથી થઈ શકી હતી. અમુક તો ફક્ત થોડીક મિનિટો માટે જ બહાર નીકળ્યા હતા.

જર્મની : પ્રથમ કેસ આવતા જ પ્રવાસ રદ કર્યા, વૃદ્ધોને લોકોથી દૂર રખાયા


{ જર્મનીમાં ચેપગ્રસ્તોમાંથી 0.72 ટકા મૃત્યુ પામ્યા, બ્રિટનમાં 3 ગણા ઓછા કેસ, તેમ છતાં મૃત્યુ બમણાં

એજન્સી | ન્યુયોર્ક

સમગ્ર યુરોપમાં લૉકડાઉન છે. સરહદો સીલ છે. જર્મનીમાં સંપૂર્ણ લૉકડાઉન નથી પણ બાકી યુરોપની તુલનાએ અહીં મૃત્યુ ઓછા થયા છે. શનિવારે અહીં કન્ફર્મ કેસની સંખ્યા 56,202 થઈ અને મૃતકોની સંખ્યા કુલ 403 થઈ ગઈ. એટલે કે મૃતકોની ટકાવારી 0.72 ટકા છે. જોકે ઈટાલીમાં 10 હજારથી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. બ્રિટનમાં જર્મનીની તુલનાએ મામલા ત્રણ ગણા ઓછા છે પણ તેમ છતાં અહીં મૃતકાંક બમણો છે.

જર્મનીમાં ઓછા મૃત્યુના કારણ –

{ જર્મનીમાં 28 જાન્યુઆરીએ ચીનની ઓટો પાર્ટ્સ કંપનીમાં કામ કરનાર એક વ્યક્તિ પોઝિટિવ મળ્યો. તેના સંપર્કમાં આવેલા તમામને ક્વૉરેન્ટાઈન કરાયા. ચીનનો પ્રવાસ રદ કર્યો.

{ જર્મનીએ વૃદ્ધોના બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, તેમની સાથે ઓછો સંપર્ક રાખવા કહ્યું. પરિણામે આ બીમારીથી 80 વર્ષથી વધુ વયનાની મૃત્યુની ટકાવારી ફક્ત 3 ટકા જ છે.

{ જર્મનીના લોકો સ્કીઈંગના પ્રેમી છે. દર વર્ષે આશરે દોઢ કરોડ લોકો ઓસ્ટ્રિયા અને ઈટાલીના પર્વતો પર સ્કીઈંગ કરવા પહોંચે છે. તેમાં મોટી સંખ્યામાં લોકો ચેપગ્રસ્ત થયા. જેમાં મોટાભાગે યુવા હતા. તેમની તપાસ પણ કરાઈ. તેનાથી વિપરિત ઈટાલીએ તપાસ ઓછી કરી અને તેને ગંભીર બીમારો માટે બચાવી રાખ્યું.

દુબઈ સેનિટાઈઝ થઈ રહ્યું છે, બાળકોના ઈ-લર્નિંગને પગલે નેટ ધીમું

અફવાઓ વિરુદ્ધ

ભાસ્કરની પહેલ

ભાસ્કર લાઈવ

(ચાર્ટ છેલ્લા 7 દિવસના આંકડાના આધારે)


દેશના બે મોટા મહાનગર અને વિશ્વના સૌથી અસરગ્રસ્ત દેશોની સ્થિતિઅમેરિકા, યુરોપ અને ઈરાનમાં જોખમ, ચીનમાં 7 દિવસમાં 100થી ઓછા કેસ

દૃઢ સંકલ્પ કરનારા ઈતિહાસ બદલી શકે છે.

-મહાત્મા ગાંધી

દુનિયા: એક દિવસમાં 20504 કેસ વધ્યા, સ્પેનમાં સૌથી વધુ


બ્રિટન: બે વિશ્વયુદ્ધ અને સ્પેનિશ ફ્લૂથી બચેલી વૃદ્ધાએ કોરોનાથી દમ તોડ્યો


દુનિયાથી વિપરીત ન્યુયોર્કમાં 55 ટકા બીમાર યુવા, તેનું કારણ સ્થૂળતા અને ડાયાબિટીસ


ભાસ્કર જૂથ સાથે વિશેષ કરાર હેઠળ


ફેસબુક પર લખ્યું- છીંક ખાઇને વાઇરસ ફેલાવો, ધરપકડ કરાઈ


ઇન્ડોનેશિયા

દેશ: સૌથી અસરગ્રસ્ત રાજ્યમાં બેદરકારી અને હવેની તૈયારી


સિંગાપોર

વિદેશ : ટોપ-5 ચેપગ્રસ્ત દેશોમાં સૌથી ઓછો મૃત્યુદર જર્મનીમાં


ઓસ્ટ્રેલિયા

દુબઈ : જરાય ગભરાટ નથી


દ.આફ્રિકા

એજન્સી ‌| બેંગલુરુ

આઇટી કંપની ઇન્ફોસિસે કોરોના વાઇરસ અંગે ફેસબુક પર ટીખળી પોસ્ટ કરવા બદલ એક એન્જિનિયરને નોકરીમાંથી કાઢી મુકાયો. એન્જિનિયર મુજીબ મોહમ્મદે પોસ્ટ કરી હતી કે, ‘આવો, આપણે સાથે આવીએ. લોકોની વચ્ચે જઇને છીંક ખાઇએ. વાઇરસ ફેલાવીએ.’ ત્યાર બાદ તેની ઓળખ ઇન્ફોસિસના કર્મચારી તરીકે થઇ અને કંપનીએ તેની સામે કાર્યવાહી કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ચેપ ફેલાવવાની વાત લખવા બદલ મુજીબની ધરપકડ પણ થઇ છે. ઇન્ફોસિસે ટિ્વટ કર્યું કે, અમે તેની પોસ્ટની તપાસ કરી લીધી છે. આ ખોટી ઓળખનો કેસ નથી. મુજીબની પોસ્ટ કંપનીના નિયમો અને સામાજિક જવાબદારીની કટિબદ્ધતાની વિરુદ્ધ છે. આવી પ્રવૃત્તિઓ સામે આમારી ઝીરો ટોલરન્સ પોલિસી છે. મુજીબને નોકરીમાંથી કાઢી મુકાયો છે.

કોરોના માટે સરકારી હેલ્પલાઈન

વૉટ્સએપ નંબર 90131-51515,

નેશનલ હેલ્પલાઈન 011-23978046 પર કૉલ કરો.અમેરિકા

ઈટાલી

ચીન

સ્પેન

જર્મની

ઈરાન

ફ્રાન્સ

બ્રિટન

સ્વિટ્ઝરલેન્ડ

નેધરલેન્ડ

બેલ્જિયમ

લંડન | બ્રિટનના સાલ્ફોર્ડ શહેરમાં 108 વર્ષનાં એક વૃદ્ધાનું કોરોનાથી મોત થયું. સ્થાનિક મીડિયા મુજબ, હિલ્ડા ચર્ચિલ નામનાં આ વૃદ્ધા કોરોનાથી જીવ ગુમાવનારા બ્રિટનના સૌથી ઉંમરલાયક દર્દી છે. હિલ્ડાને બે વિશ્વયુદ્ધમાં અને 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લૂ વખતે પણ કંઇ નહોતું થયું. તેઓ 5 એપ્રિલે પોતાનો જન્મદિન મનાવવાના હતા. તેમના પૌત્ર એન્થની ચર્ચિલે કહ્યું કે, દાદી તેમના બાળપણમાં સ્પેનિશ ફ્લૂથી બચી ગયા બાદ રોજગાર માટે સાલ્ફોર્ડ આવી ગયા હતા. ત્યારે સ્પેનિશ ફ્લૂથી વિશ્વમાં 5 કરોડ લોકો માર્યા ગયા હતા.


નાઇજીરિયા

જર્મની

ઇટાલી

સ્પેન

ફ્રાન્સ

યુકે

ઇરાન

ભારત

જાપાન

દ.કોરિયા

ચીન

રશિયા

બ્રાઝીલ

મેક્સિકો

અમેરિકા

કેનેડા

7 દિવસ: યુરોપના 5 દેશ અને અમેરિકામાં રોજ 1 હજારથી વધુ લોકો ચેપગ્રસ્ત


નહીં 1થી 10 10થી 100 100થી 1000 1000થી વધુ ચેપગ્રસ્ત


વિશ્વના 199 દેશ કોરોનાથી અસરગ્રસ્ત છે. અત્યાર સુધીમાં 6,83,563 કેસ નોંધાયા છે, 32,144 મોત થયા છે જ્યારે 1,46,396 દર્દી સાજા થયા છે. વિશ્વના સૌથી અસરગ્રસ્ત ટોપ 10 દેશમાં યુરોપના 7, એશિયાના 2 અને નોર્થ અમેરિકાનો 1 દેશ છે. રવિવારે યુરોપનું નેધરલેન્ડ પણ તેમાં સામેલ થઇ ગયું. 6 ખંડમાં કોરોના ફેલાઇ ચૂક્યો છે.

શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડમાં પહેલું મોત

{ શ્રીલંકા: કોરોનાથી પહેલું મોત. 65 વર્ષના આ પીડિતને ડાયાબિટીસ અને કિડનીની તકલીફ હતી.

{ નેધરલેન્ડ: સરકારે હોસ્પિટલો પાસેથી 6 લાખ ખરાબ માસ્ક પાછા મંગાવ્યા. તે ચીન પાસેથી ખરીદેલા હતા.

{ ન્યૂઝીલેન્ડ: કોરોનાથી પહેલું મોત. 70 વર્ષની આ મહિલાના સંપર્કમાં આવેલા 21 હેલ્થ વર્કર પણ ક્વોરન્ટાઇન.

{ અફઘાનિસ્તાન: હેરાત, જલાલાબાદના વાણિજ્ય દૂતાવાસોમાંથી ભારતીય રાજદ્વારીઓ કાબુલ શિફ્ટ.

{ પનામા: પ્રશાંત મહાસાગરમાં 15 દિવસથી ફસાયેલા શિપના 1800 મુસાફરોને બીજા શિપમાં જવાની મંજૂરી.

6 ખંડના 199 દેશમાં કોરોના

દેશ કુલ કેસ નવા કેસ મોત સાજા થયા

123,828 +250 2,229 3,238

92,472 ------- 10,023 12,384

81,439 +45 3,300 75,448

78,797 +5,562 6,528 14,709

58,247 +552 455 8,481

38,309 +2,901 2,640 12,391

37,575 ------ 2,314 5,700

19,522 +2,433 1,228 135

14,593 +517 290 1,595

10,866 +1,104 771 3

10,836 +1,702 431 1,359

(આંકડા સાંજના 8:30 વાગ્યા સુધીના)

અત્યાર સુધી 32,144 લોકોના મોત

વાઈરલ: આદું ખાવાથી કોરોના વાઇરસનો નાશ થઇ જાય છે.

ફેક્ટ: સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યાનુસાર આદું સ્વાસ્થ્ય માટે સારી વસ્તુ છે પણ તેનાથી કોરોના વાઇરસનો નાશ થતો નથી.

વાઇરલ: ન્યૂમોનિયાની રસી કોરોના વાઇરસનો નાશ કરે છે.

ફેક્ટ: સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યાનુસાર ન્યૂમોનિયાની રસીથી કોરોના વાઇરસનો નાશ નથી થતો.

કોરોના અંગે સોશિયલ મીડિયા પર અનેક સમાચારો વાઈરલ થઇ રહ્યા છે. તેમાંથી કેટલાક જુઠ્ઠા પણ છે. ભાસ્કર આવા સમાચારોની તપાસ કરશે અને વાચકોને સત્ય જણાવશે.


10

¾, રાજકોટ, સોમવાર, 30 માર્ચ, 2020

અમેરિકાના યુવાનો ખતરા પ્રત્યે લાપરવાહ છે : ડોનાલ્ડ ટ્રમ્પ

યુવાઓ વિશે ચિંતાના અનેક કારણ છે. ચીનમાં વાઈરસ પર રિસર્ચથી જાણ થઈ કે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા રોગોથી પીડિત મેદસ્વી લોકો વધુ પ્રભાવિત થઈ શકે છે. અમેરિકામાં આ સબ ફેક્ટર છે. ઈટાલીમાં લગભગ 20 ટકા વ્યક્તિ મેદસ્વી છે તો અમેરિકામાં 36 ટકા. 10 ટકાથી વધુ અમેરિકી ડાયાબિટીસના દર્દી છે. તેમાં બધા વૃદ્ધ નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પહેલાં જ કહી ચૂક્યા છે કે અનેક યુવા ખતરાની ગંભીરતા મહેસૂસ નથી કરતા.

યુવાઓ કોરોનાથી ચેપગ્રસ્ત થતાં અમેરિકા ચિંતિત


કોવિડ-19નો પ્રકોપ સહન કરી રહેલાં અમેરિકીઓ માટે અમુક આંકડાએ ગંભીર ચિંતા પેદા કરી છે. જે વાઈરસથી વૃદ્ધો વધુ પ્રભાવિત થઈ રહ્યાં છે તેની લપેટમાં યુવાઓના આવતા કોઈ તોફાન જેવી સ્થિતિ સર્જાઈ છે. કારણોનું વિશ્લેષણ શરૂ થઈ ગયું છે. ડિસીઝ કન્ટ્રોલ પ્રિવેન્શન સેન્ટરના 18 માર્ચના રિપોર્ટમાં જણાવાયું હતું કે આશરે 40 ટકા બીમાર લોકોની ઉંમર 55 વર્ષથી ઓછી છે. તેમાંથી અડધા લોકોની ઉંમર 20 વર્ષથી 44 વર્ષ વચ્ચેની છે. અમેરિકામાં 19થી 55 વર્ષની વયના લોકોની 47 ટકા વસતી છે. ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ અેલેક્ઝાન્ડ્રિયા ઓકેસિયો કોર્ટેજ(30 વર્ષ) એ જણાવ્યું કે ન્યુયોર્ક રાજ્યમાં 55 ટકા કેસ 18થી 49 વર્ષની વયના લોકોના છે. તે પછી સીડીસીએ હોસ્પિટલમાં દાખલ લોકોના વિસ્તૃત આંકડા આપ્યા નથી. ફેલાવાની શરૂઆતના દોરમાં યુવાઓના પ્રભાવિત થયાના અમુક કારણ હોઈ શકે છે. અમેરિકામાં સૌથી પહેલાં ન્યુયોર્ક જેવા શહેરોમાં કોરોનાનો ફેલાવો થયો છે. આ શહેર દેશના અન્ય વિસ્તારોની તુલનાએ અપેક્ષાકૃત વધુ યુવા ધરાવે છે. લૉકડાઉન લાગુ થતાં પહેલાં બાર, રેસ્ટોરાં અને સબવેમાં યુવાઓની ભીડ વધુ હશે.ભીડ ભરેલાં સ્થળોએ બીમારી જલદી ફેલાય છે.

વિશેષ કરાર હેઠળ ફક્ત દિવ્ય ભાસ્કરમાં


ટ્યૂનિશિયામાં એક પ્રયાસ


મહારાષ્ટ્ર

દિલ્હી


ગુવાહાટી: અહીં સ્પોર્ટ્સ સેન્ટરમાં લોકોને ક્વોરન્ટાઇન કરવા માટે હોસ્પિટલ બનાવાઇ છે.


આસામ: એક પણ કેસ નહીં પરંતુ તૈયારી પૂરી


{ મહારાષ્ટ્રમાં 17,295 લોકો હોમ અને 5,928 સંસ્થાઓના ક્વોરન્ટાઇનમાં, ચેપગ્રસ્તોની કુલ સંખ્યા 193

પૂણેથી મંગેશ ફલ્લે/મુંબઇથી ચંદ્રકાન્ત શિન્દે

દેશમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. અહીં કોરોનાના દર્દીઓની સંખ્યા 193 થઇ ગઇ છે, 7 મોત થયા છે. 323 હોસ્પિટલોમાં છે. રાજ્યમાં 17,295 લોકો હોમ ક્વોરન્ટાઇન અને 5,928 સંસ્થાઓમાં ક્વોરન્ટાઇનમાં છે. આ દરમિયાન વિદેશથી પાછા ફરેલા લોકોની ગંભીર બેદરકારી સામે આવી છે. અમેરિકા, દુબઇ, લંડન, ફ્રાન્સ, જર્મનીથી આવેલા ઘણા લોકોએ તાવના લક્ષણો દબાવી રાખવા પેરાસિટામોલ લીધી અને મુંબઇ એરપોર્ટ પર તાવની તપાસમાંથી બચી ગયા. પૂણેમાં કેટલાક લોકો હોમ ક્વોરન્ટાઇન હેઠળ હોવા છતાં બહાર ફરતા દેખાય છે. તેમને સીધા કરવા પૂણે તંત્રએ ‘ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ’ આધારિત એપ બનાવી છે. 1,276 લોકો પર 152 પોલીસ ટીમ નજર રાખી રહી છે. શંકાસ્પદ લોકોને ઘડિયાળની સામે ઊભા રહીને સેલ્ફી લઇને એપ પર અપલોડ કરવા જણાવાયું છે. તે સમયનું તેમનું લોકેશન પણ એપ પર આવી જાય છે. આવું દિવસમાં બે વખત કરાવાય છે અને ન કરે તેમની ગેરહાજરીની પોલીસને તત્કાળ જાણ થઇ જાય છે. આ એપના ઉપયોગના સારા પરિણામ સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ તેનો ઉપયોગ કરાઇ રહ્યો છે.

કાઠમંડુ | અહીં પોલીસ નિયમ તોડનારા લોકોથી ડિસ્ટન્સ જાળવી તેમની ધરપકડ કરી રહી છે.


નેપાળ : નિયમ તોડનારા લોકોની દૂરથી જ ધરપકડ


વિમાન સેવા બંધ, બીજા દેશોમાં ફસાયેલા લોકોને વિશેષ વિમાનથી મોકલાઈ રહ્યાં છે

વિમાન સેવાઓ બંધ છે. વિદેશી નાગરિકો અને પ્રવાસીઓને સમયબદ્ધ રીતે તેમના દેશ રવાના કરવા માટે વિશેષ ફ્લાઈટ્સની વ્યવસ્થા કરાઈ છે. જે યાત્રી ખુદની ભૂલથી એરપોર્ટ પર રહી ગયા છે તેમના રોકાણની વ્યવસ્થા પણ સરકારે કરી દીધી છે.
અન્ય સમાચારો પણ છે...