સાંસદે 1 કરોડની ગ્રાન્ટ ફાળવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કોરોના બીમારી સામે રક્ષણ મેળવવા આરોગ્યની જુદી જુદી સારવાર માટેના મેડિકલ સાધનો માટે રૂ.1 કરોડની ગ્રાન્ટ ફાળવી છે.

ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં 21 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરાઇ છે. AGVKS યુનિયન દ્વારા નિર્ણય કરાયો છે કે વીજકર્મીઓના એક દિવસના પગારનો ફાળો મુખ્યમંત્રીના રાહતનિધિમાં આપશે. ભાજપના કોર્પોરેટરોનો એક માસનો પગાર 6 લાખ અને કોંગ્રેસના કોર્પોરેટરોનો પગાર 4.50 લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાયો. સાંસદે એક કરોડ રૂપિયા ફાળવ્યા જેમાં હોસ્પિટલ માટે રૂ. 50 લાખ તથા બાકીના 10 તબીબી એકમો માટે રૂ. 5-5 લાખ ફાળવ્યા છે.

દાનનો ધોધ વહ્યો,

અન્ય સમાચારો પણ છે...