તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ.બંગાળ: ચેન્નઇથી પાછા ફરેલા શ્રમિકો 14 દિવસ માટે વૃક્ષો પર ક્વૉરન્ટાઈનમાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુરુલિયા ‌| તસવીર પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાની છે, જ્યાં ચેન્નઇથી પાછા ફરેલા શ્રમિકોએ વૃક્ષો પર 14 દિવસ વીતાવવાનું નક્કી કર્યું છે. પશ્ચિમ બંગાળમાં આઇસોલેશન વોર્ડ ન હોવાથી આ લોકો વૃક્ષ પર રહીને પોતાને ક્વોરેન્ટાઇન કરી રહ્યા છે. વાંગીડી ગામમાં વૃક્ષો પર રહેતા ગ્રામીણોએ જણાવ્યું કે અમારા ઘર નાના છે. અમારા માટે કોઇ અલગ રૂમ નથી કે જ્યાં અમે ક્વોરેન્ટાઇન થઇ શકીએ. તેથી અમે 14 દિવસ વૃક્ષો પર રહેવાનું નક્કી કર્યું છે, જેથી ઘરના અન્ય સભ્યો સુરક્ષિત રહે. સામાન્ય રીતે હાથીઓની હિલચાલ જાણવા અને તેમના હુમલાથી બચવા વૃક્ષો પર આવા હંગામી કેમ્પ બનાવાય છે.
અન્ય સમાચારો પણ છે...