તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ બહાને તમે ઘરમાંથી નિકળી શકશો, પણ કોરોનાથી નહીં બચી શકો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં ઘરમાં બેસીને કંટાળેલા લોકો અવનવા બહાના કાઢીને બહાર નિકળી પડે છે. પોઇન્ટ પર પોલીસ રોકે ત્યારે હાજર બહાનું દવાખાનાનું અથવા દવા લેવા જવાનું જ હોય. જોકે, પોલીસકર્મીને ખબર જ હોય કે, આ વ્યક્તિ બહાનુંજ કાઢે છે. આથી તેઓ પણ ઝીણવટથી પુછપરછ કરી સત્ય તેના જ મોઢે બહાર લાવી દે. અને ઘેર પરત રવાના પણ કરે. જોકે, ખરેખર માંદા હોય તેને તેઓ શક્ય એટલી મદદ પણ કરે એ વાત પણ નોંધવી રહી. આવશ્યક સેવા સાથે સંકળાયેલા વેપારીઓ, કર્મચારીઓ, વગેરેને કોઇ તકલીફ નથી પડતી એ હકીકત છે. એકંદરે લોકોને અવનવા બહાના કાઢીને કોઇપણ રીતે બહાર નિકળવું જ છે એ વાત ઉડીને આંખે વળગે છે.

ખોટા બહાના બતાવી બહાર ન નિકળવું: ડિવાયએસપી

> પ્રદીપસિંહ જાડેજા, ડિવાયએસપી

ચાની ટબુડી લઇને પીવડાવવા નિકળ્યા

એક શિક્ષક મહાશય તો માંડ બે કપ ચા સમાય એવડી કીટલીમાં ચા ભરીને નિકળી પડ્યા. પોલીસે રોકતાં કીટલી કાઢી. પોલીસે કહ્યું, રહેવા દો. તમે રખડવા નિકળ્યા છો. અને સાથે કોણ છે. તો એ ભાઇ છોભીલા પડી ગયા. કહે છોકરો કહે, મારે પણ આવવું છે. એટલે તેનેય સાથે લીધો.

{ લેબમાં રીપોર્ટ કરાવવા જવું છે કહી બે લોકોને લઇને નિકળે. પોલીસને કહે, ડર લાગે એટલે બીજાને સાથે લીધો. પોલીસ એકને જવા દે બીજાને ત્યાંજ બાઇક પરથી ઉતારી ચાલતો પરત મોકલે.

{ રીક્ષામાં 3 લોકો બેઠા હોય. એક મહિલા સીટ પર દૂરથી પોલીસને જોઇ સૂઇ જાય. હાથ પર રૂ ચોંટાડી દે. પોલીસ પકડી પાડે. એટલે છોભીલા પડી માફી માંગે.

{ સવારે 8 વાગ્યે કરિયાણું લેવાના બહાને નિકળે. અને પછી દાણાપીઠમાં હોલસેલની ખરીદી કરવા ગયાનું બહાનું કાઢે.

{ રાત્રે અઢી વાગ્યે નિકળનારને પૂછતાં જવાબ આપે આયોડેક્સ લેવા જવું છે.

{ બિમારીનું બહાનું કાઢી ડોક્ટરનું નામ પણ લે. પોલીસ ત્યાંથી ફોન લગાવે. ન ઉપડે એટલે વીલું મોઢું કરી પરત જાય. જોકે, આમાં ખરેખર માંદા હોય તેને પોલીસ નથી રોકતી.

{ અમુક રીક્ષાવાળા ખિસ્સામાં સાબુની બે ગોટી અથવા નાનકડું પડીકું રાખી ખરીદીનું બહાનું કાઢે.

{ બાઇક પર લટાર મારતા હોય. પોલીસ રોકે એટલે ખિસ્સામાંથી પેરાસિટામોલની બે ગોળી કાઢીને દેખાડે. અને કહે તબિયત બતાવવા જવું છે.

રાત્રે અઢી વાગ્યે આયોડેક્સ લેવા નિકળે, કોઇ રીક્ષાવાળો ખિસ્સામાં સાબુની 2 ગોટી રાખે : રીક્ષામાં 3 લોકો પૈકી 1 વ્યક્તિ સુઇને બિમારીનું બહાનું કાઢે
અન્ય સમાચારો પણ છે...