તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે લટાર સ્ક્વોર્ડ : રખડનારાની ખેર નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી ખાતે અાજે રેંજ અાઇજી અશાેકકુમારે રસ્તા પર બિનજરૂરી રખડતા લાેકાે પર સીકંજાે કસતા જણાવ્યું હતુ કે અાવા લાેકાેને ઝડપી પાડવા માટે હવે જિલ્લાભરમા ઠેકઠેકાણે લટાર સ્કવાેડનુ ગઠન કરવામા અાવ્યું છે. જે ગામડાઅાેમા જઇ અાવા લાેકાેની ધરપકડ કરશે. જિલ્લાભરમા હવે લાેકડાઉનનાે ભંગ કરનારા લાેકાેની ખેર નથી.

અમરેલી દાેડી અાવેલા રેંજ અાઇજીઅે અાજે અહી જણાવ્યું હતુ કે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમા લાેકડાઉનનાે ભંગ કરનારા લાેકાેની સંખ્યામા ધરપકડ કરાઇ છે અને વાહનાે જપ્ત કરાયા છે. હજુ પણ કેટલાક વિસ્તારમા લાેકાે સમજતા નથી. જેથી હવે જિલ્લાભરમા લટાર સ્કવાેડનુ ગઠન કરવામા અાવ્યું છે. અેક હેડ કાેન્સ્ટેબલ અને ત્રણ કાેન્સ્ટેબલની અા લટાર સ્કવાેડ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમા સતત પેટ્રેાલીંગ કરશે અને જયાં પણ કાેઇ કામ વગર ઘર બહાર નીકળેલા લાેકાે દેખાશે તાે તેની ધરપકડ કરી લેવામા અાવશે. અત્યાર સુધીમા રેંજના ત્રણેય જિલ્લામા લાેકડાઉનનાે ભંગ કરનારા 1027 લાેકાે સામે 894 ગુના દાખલ કરવામા અાવ્યા છે અને પાેલીસે 2526 વાહનાે ડિટેઇન કર્યા છે.

દરમિયાન જિલ્લા પાેલીસવડા નિર્લિપ્ત રાયે જણાવ્યું હતુ કે અમરેલી જિલ્લામા ઘર બહાર રખડતા લાેકાે પર ડ્રાેન કેમેરાથી નજર રખાઇ રહી છે. જેને મંજુરી નથી તેવી દુકાનાે ખુલી રહે તાે પાેલીસને જાણ કરવી, ગ્રામિણ વિસ્તારમા પાેલીસ સરપંચાે સાથે પણ સંકલન કરી રહી છે. સાેશ્યલ મિડીયા થકી તથા માઇક જેવા સાધનાેનાે ઉપયાેગ કરીને પણ જનતાને જરૂરી માહિતી અપાઇ રહી છે. સાથે સાથે પાેલીસ માનવતાનુ કાર્ય કરી રહી છે. જરૂરીયાતમંદ લાેકાેને રાશન અને ભાેજનની સહાય કરવામા અાવી રહી છે. તેમણે સરપંચાેને અપીલ કરી હતી કે ગામમા કાેઇને કાેરાેના વાયરસના લક્ષણાે જણાય તાે ઇમરજન્સી 104 નંબર પર સંપર્ક કરવાે. ગામમા વિદેશથી અાવેલા લાેકાેની તંત્રને જાણ કરવી. તેમણે સાેસાયટીઅાેના પ્રમુખ, સેક્રેટરીને પણ અપીલ કરી હતી કે લાેકાે સાેસાયટીમા ટાેળે ન વળે તેની તકેદારી રાખે.

અેક મહિનાના રાશનનું વિતરણ કરતા અાઇજી
ભાવનગર રેંજ અાઇજી અશાેકકુમારે અાજે અમરેલીના જેશીંગપરા વિસ્તારમા ગરીબ શ્રમિકાેને અેક મહિનાે ચાલે તેટલા રાશનનુ વિતરણ કર્યુ હતુ. જિલ્લાના ઉચ્ચ પાેલીસ અધિકારીઅાે સાથે રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...