શોર્ટટર્મ રેન્જમાં નિફ્ટી માટે 8500-9000ની રેન્જ રહેવા શક્યતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉ જોન્સમાં તેના 90 વર્ષના સૌથી મજબૂત ત્રણ દિવસો બાદ શુક્રવારે ભારતીય બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ હતી. જ્યારબાદ સ્થાનિક સ્તરે આરબીઆઈએ પણ કોરોનાને લઈને ઉદભવેલી વર્તમાન સ્થિતિમાં અર્થતંત્રને સપોર્ટ કરવા માટે કેટલાક તત્કાળ ઉપાયો જાહેર કર્યાં હતાં. આરબીઆઈએ શુક્રવારે કરેલી મહત્વની જાહેરાતોમાં રેપો રેટ, સીઆરઆરમાં ઘટાડાથી લઈને બેંકો માટે રાહતનો સમાવેશ થતો હતો. આરબીઆઈએ બેંકિંગ સંસ્થાઓને હાલના પ્રતિકૂળ સમયમાં ત્રણ મહિના માટે તમામ પ્રકારની લોનમાં મોરેટેરિયમ ઓફર કરવાની સુવિધા કરી આપી હતી. આનો અર્થ એવો થાય છે કે કોઈપણ લોન ધારક ત્રણ મહિના માટે તેની લોનને મોકૂફ રાખી શકે છે. આરબીઆઈએ કંપનીઓને તેમની વર્કિંગ કેપિટલ સાઈકલમાં પડેલાં અવરોધને કારણે રિસ્ટ્રક્ચર માટે પણ છૂટ આપી છે. જેને એનપીએ તરીકે નહિ ગણવામાં આવે તેવી ખાતરી આપી છે. આરબીઆઈએ રેપો રેટમાં 75 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો હતો. સાથે તેણે બેંકો માટેના રેપો રેટમાં 90 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો હતો. જેથી બેંક્સને તેમની પાસે પડેલા વધારાના નાણા આરબીઆઈ પાસે પાર્ક કરવાનું પ્રોત્સાહન મળી રહે. બેંક્સને વર્તમાન સ્થિતિમાં લોન આપવાનું પ્રોત્સાહન મળી રહે તે માટે આરબીઆઈએ એક વર્ષ માટે સીઆરઆરમાં પણ એક ટકાનો ઘટાડો કર્યો હતો અને તેને 4 ટકા પરથી 3 ટકા નિયત કર્યો હતો. આરબીઆઈની જાહેરાત બાદ મજબૂત ખૂલેલો રૂપિયો ડોલર સામે નરમ પડ્યો હતો. આરબીઆઈએ કોવિડ-19ને કારણે જીડીપી વૃદ્ધિ દર નરમ પડશે તેવી અપેક્ષા દર્શાવી હતી. શુક્રવારે એપ્રિલ સિરિઝની શરૂઆત પ્રમાણમાં નીચા રોલઓવર સાથે થઈ હતી. ગુરુવારે નિફ્ટીમાં રોલઓવર 62.12 ટકા રહ્યું હતું. જે ત્રણ મહિનાની 72 ટકાની સરેરાશ કરતાં નીચું રહ્યું હતું. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોથી ભારતીય બજારમાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું. સાથે ઓપન ઈન્ટરેસ્ટમાં 23.88 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. માર્કેટમાં ઘણું શોર્ટ કવર થયું હોવાના સંકેત મળી રહ્યાં છે. એફઆઈઆઈનું વેચવાલીનું દબાણ ઘણું ઘટ્યું છે. આ વાતનો ખ્યાલ ઈન્ડેક્સ ફ્યુચર્સના ‘લોંગ શોર્ટ રેશિયો’ના 13.85 ટકા પરથી વધી 29.63 ટકા થવાથી આવે છે. ટેકનિકલી જોઈએ તો 21 દિવસની સિરિઝ પૂરી થયા બાદ ઈન્ડેક્સ ટૂંકા ગાળાની 5ની એક્સપોનેન્શિયલ સિરિઝ ઉપર બંધ આવ્યો છે. જે મોમેન્ટમમાં ચેન્જને પોરસે છે. સાપ્તાહિક ધોરણે ચાર્ટમાં કોઈ મોટી રિવર્સલ પેટર્નના સંકેતોના અભાવે માર્કેટ 9500-8000ની રેંજમાં ટ્રેડ થતું રહે તેવી શક્યતા છે. માર્કેટમાં વોલેટિલિટીમાં ઘટાડો નોંધાયો છે. જોકે ટૂંકાગાળા માટે ટ્રેડર્સની સ્થિતિ દયનીય રહેશે. કેમકે હાલમાં બજાર નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આમ હાલનો તબક્કો રોકાણકારો માટે એક્યૂમ્યુલેશન માટેની આદર્શ સ્થિતિ પૂરી પાડે છે. ઘટાડે ખરીદીનો વ્યૂહ અપનાવવો.aasif@tradebulls.in

માર્કેટ વોચ

આસિફ હિરાણી
અન્ય સમાચારો પણ છે...