તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીલા શાકભાજીના ઉપયોગ વગર બનાવો સ્વાદિષ્ટ રસોઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલનાં સમયમાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયું છે જેના લીધે નાના થી માંડી મોટા સુધી સૌ કોઈ ઘરમાં છે. જેના લીધે રોજ ગૃહિણીઓને કઈક એવી રસોઈ બનાવવાની હોય છે જે સૌ કોઈ ને ભાવે. પરંતુ હાલ નો નાજુક સમય જોતા બધી જ વસ્તુ ઘર માં હોય જ તે જરૂરી નથી. એવા સમયે ગૃહિણીઓ લીલા શાકભાજી ના ઉપયોગ વગર પણ એવા શાક બનાવી શકે જે ઘર માં પણ બધા ને ભાવે અને કઈક નવું પણ લાગે. તો ચાલો બનાવીએ કઈક નવુ. હાલમાં આમ પણ લીલા શાકભાજીની અછત જોવા મળી રહી છે. આજ સ્થિતિમાં લોકો કઠોળનો પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહયા છે. આ સાથે અન્ય સ્વાદિષ્ટ રસોઇ પણ બનાવી શકાય છે.

ભરેલી ડુંગળીનું શાક

સૌ પ્રથમ શાક બનાવવા માટે તેનો મસાલો તૈયાર કરવો. મસાલો તૈયાર કરવામાં માંડવીનો ભૂકો, લસણ ની ચટણી, નીમક, આખું જીરૂ, લીલા કોથમીર, લીંબુનો રસ, ખાંડ, થોડું તેલ નાખી મસાલો તૈયાર કરવો. નાની નાની ડુંગળી લઇ તેમાં વચ્ચે અડધો કાપો કરી તેમાં મસાલો ભરવો. હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરૂ, લીમડાના પાન, સુકેલું લાલ મરચું વગેરે મસાલા નાખી ભરેલી ડુંગળી નો વઘાર કરવો. ત્યારબાદ કડાઈ પર એક ડિશ ઢાકી તેના પર થોડું પાણી નાખી તેને વરાળ પર ચડવા દેવાની. ત્યાર બાદ તેમાં જોઈએ તેટલુ લીંબુ નો રસ અને ગળપણ નાખી ગરમ ગરમ પીરસી શકાય છે.

કઢી માં સેવનું શાક

સૌ પ્રથમ છાસ માં ચણા નો લોટ નાખી તેને સરખો ફેટી છાસ માં મિક્ષ કરવો. ત્યાર બાદ તેમાં આદુ અને લસણ ની પેસ્ટ, નીમક અને જોઈએ તેટલું ગળપણ નાખી તેની કઢી બનાવવી. કઢી સરખી ઉકળી જાઈ પછી તેમાં ચણાના લોટ ની સેવ જારાની મદદ થી પાડવી. સેવ કઢીમાં સરખી મિક્ષ થઇ જાય પછી તેને બાજરાના રોટલા સાથે ગરમ ગરમ પીરસી શકાય.

કોરોના વાયરસના લીધે નાનાથી માંડી મોટેરાઓ સુધી સૌ કોઈ ઘરમાં છે

અન્ય સમાચારો પણ છે...