સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 16 કેસ વધ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેંગલુરુમાં હોમ ક્વોરન્ટાઇનમાંથી ભાગેલા 10ની ધરપકડ


યુપી: મેરઠમાં એક જ પરિવારના 13 ચેપગ્રસ્ત

યુપીના મેરઠમાં એક જ પરિવારના 13 લોકો ચેપગ્રસ્ત જણાયા છે. પરિવારનો એક ચેપગ્રસ્ત સભ્ય મહારાષ્ટ્રથી આવ્યો હતો. તેનાથી પહેલાં 4 લોકોને અને પછી બીજા બધાને ચેપ લાગ્યો.

નેપાળ સરહદ પાર ભારતીયો ફસાયા


દેશમાં વધુ 53 કેસ નોંધાયા, કુલ 1,200 થયા


રક્સૌલ (બિહાર) ‌‌| તસવીર ભારત-નેપાળ સરહદની છે. કોરોના વાઇરસને કારણે સરહદો સીલ છે. નેપાળમાં કામ કરવા ગયેલા સેંકડો ભારતીયો ઘરે પાછા ફરવા સરહદે ભેગા થયા છે.

આસામ: એક પણ કેસ નહીં 2,506 લોકો ક્વોરન્ટાઇનમાં

આસામમાં કોરોનાનો એક પણ કેસ નથી પરંતુ કામરૂપ જિલ્લામાં 2,506 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે. બેંગલુરુમાં હોમ ક્વોરેન્ટાઇનમાંથી ભાગેલા 10 લોકોની ધરપકડ કરાઇ છે.

મપ્ર: ઇન્દોરમાં NGOને ભોજન વહેંચતી રોકાઇ

મ.પ્રદેશના ઇન્દોરમાં કડક બંધ કરી દેવાયું છે. સ્વૈચ્છિક સંસ્થાઓને ફૂડ પેકેટ વહેંચતી રોકીને તંત્રએ પોતે આ જવાબદારી લીધી છે. ભીડ થતી હોય તેવી કરિયાણાની દુકાનો પણ બંધ કરાવાઇ.

તમિલનાડુ: 2,500 ઘરોનું રોજ સેનિટાઇઝેશન થશે

તમિલનાડુમાં ચેન્નઇના 9 વિસ્તારના 2,500 ઘરોને રોજ સેનિટાઇઝ કરાશે. તંત્રએ અહીંની દરેક વ્યક્તિને દર બે દિવસે એક વાર તપાસ કરાવવા આદેશ કર્યો છે.

નવી દિલ્હી‌| દેશમાં સોમવારે કોરોના વાઇરસના 53 નવા કેસ સામે આવ્યા. સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં કેસો સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 16 અને કર્ણાટકમાં 4 કેસ વધ્યા. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 226, કેરળમાં 214 અને કર્ણાટકમાં 88 કેસ વધી ચૂક્યા છે. સૌથી વધુ 25 દર્દી મહારાષ્ટ્રમાં સાજા થયા છે. દેશમાં 53 નવા કેસ સાથે કુલ કેસ 1,200 થઇ ગયા છે.
અન્ય સમાચારો પણ છે...