તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી અને ઉત્તરપ્રદેશના 21 શહેરોમાં જ દેશના 55 ટકા કોરોના દર્દી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

{ દેશના 11 રાજ્યમાં કોરોનાના કેસ ડબલ ડિજિટમાં પહોંચ્યા, 12માં નવા કેસ નહીં

દેશમાં 30 જાન્યુઆરીએ કોરોના વાઇરસનો પહેલો કેસ કેરળમાં નોંધાયો હતો. 49 દિવસમાં તે 19 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર, કેરળ, યુપી અને દિલ્હીમાં 181 કેસ સામે આવ્યા છે. એટલે કે 55 ટકા કોરોના દર્દી આ રાજ્યોના 21 શહેરોમાં છે. મહારાષ્ટ્રમાં શનિવારે 11 નવા કેસ આવ્યા. તેમાંથી 10 મુંબઇ, 1 પૂણેમાં નોંધાયો છે. કુલ કેસ 64 થયા છે. પિંપરી-ચિંચવડમાં 12, મુંબઇમાં 11, પૂણેમાં 9, નાગપુરમાં 4, યવતમાલ અને કલ્યાણમાં 3-3 કેસ નોંધાયા છે. કેરળમાં કોરોનાના 12 નવા કેસ નોંધાયા. તે સાથે કુલ કેસ 52 થઇ ગયા છે. 44,390 લોકો દેખરેખ હેઠળ છે. યુપીના 6 શહેરોમાં 43 ચેપગ્રસ્ત મળ્યાં છે. શનિવારે નોએડા અને મુરાદાબાદમાં બે કેસ સામે આવ્યા. લખનઉ અને નોએડા તથા કાનપુરને હવે સેનિટાઈઝ કરવામાં આવશે. દિલ્હીમાં પણ 26 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. ત્યાં પાંચથી વધુ લોકો ભેગાં થવા પર રોક લગાવાઈ છે.

રેલવે રિફંડ ત્રણની જગ્યાએ 45 દિવસમાં મળી શકશે


{ રેલવે: રિફંડ ત્રણની જગ્યાએ 45 દિવસમાં મળશે

21 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન રદ થનારી ટ્રેનના પ્રવાસીઓને પૂરું રિફંડ 45 દિવસમાં મળી જશે. આ અત્યાર સુધી મુસાફરીની તારીખના 3 દિવસમાં થતું હતું. સાથે જ પ્રવાસી હવે 10ની જગ્યાએ 30 દિવસમાં ટિકિટ કેન્સલ કરાવી શકે છે.

{ બીએસએનએલ: એક મહિના સુધી બ્રોડબેન્ડ ફ્રી

બીએસએનએલે તેના નવા અને લેન્ડલાઇન ગ્રાહકોને વર્ક ફ્રોમ હોમ માટે પ્રેરિત કરવા 1 મહિના માટે બ્રોડબેન્ડ ફ્રી કરી દીધું છે. નવું કનેક્શન લેનાર ગ્રાહકોએ ઇન્સ્ટોલેશન ચાર્જ પણ નહીં આપવો પડે. આ સેવા દેશભરમાં લાગુ છે.

{ એસબીઆઇ: 200 કરોડની લોન આપશે

એસબીઆઇએ શનિવારે એડિશનલ ફન્ડિંગ સ્કીમ લૉન્ચ કરી છે. કોવિડ-19 ઇમરજન્સી ક્રેડિટ લાઇન (સીઇસીએલ) 30 જૂન સુધી લાગુ રહેશે. તે અંતર્ગત મહત્તમ 200 કરોડ રૂ.ની લોન મળી શકશે. વ્યાજદર 7.25 ટકા હશે. કોઇ પ્રોસેસિંગ ચાર્જ કે પ્રી-પેમેન્ટ પેનલ્ટી નહીં લેવાય. આ લોનનો સમયગાળો 12 મહિના હશે.

{ ગો એર: રદ ટિકિટ 1 વર્ષ સુધી માન્ય રહેશે

ગો એર એરલાઇન રવિવારે તમામ ફ્લાઇટ બંધ રાખશે. 22 માર્ચના તમામ પીએનઆર યૉર પીએનઆર સ્કીમ હેઠળ 1 વર્ષ માટે સુરક્ષિત રહેશે. મતલબ કે પેસેન્જર 1 વર્ષમાં તેનો ઉપયોગ કરી શકશે.

વિદેશપ્રવાસ છુપાવવા બદલ પતિ-પત્ની સામે કેસ

મહારાષ્ટ્રના જલગાંવમાં પોલીસે એક પતિ-પત્ની સામે કેસ દાખલ કર્યો છે. બન્નેએ થાઇલેન્ડના પટ્ટાયાની વિઝિટ કરી હતી પણ તેની જાણ નહોતી કરી. પોલીસની એડવાઇઝરી મુજબ વિદેશથી આવેલા લોકો ક્વૉરેન્ટાઇનમાં રહે. બન્નેને ક્વૉરેન્ટાઇન કરી દેવાયા છે અને તેમના સ્વાબના સેમ્પલ તપાસ માટે મોકલી અપાયા છે.

4 લોકોના મોત થઇ ચૂક્યા છે અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કારણે. 23 લોકો સાજા થઇ ચૂક્યા છે.


ઇટાલીથી આવેલા 215 લોકોના ટેસ્ટ નેગેટિવ

આઇટીબીપી પોલીસના જણાવ્યાનુસાર દિલ્હીની છાવલા ક્વૉરેન્ટાઇન ફેસિલિટીમાં ઇટાલીના મિલાનથી લવાયેલા 215 લોકોનો 7 દિવસ બાદ કરાયેલો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમાં 151 પુરુષ અને 64 મહિલા છે. મોટા ભાગના લોકો ઇટાલીમાં ભણતા હતા. 7 દિવસ બાદ તેમનો ફરી ટેસ્ટ કરાશે.

{ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના ઇન્ફેક્શનના 334 કેસ સામે આવ્યા છે. એક દિવસમાં 63 કેસ વધ્યા છે.

કોરોનાનો કેર | દેશમાં 1,600 લોકો ક્વૉરન્ટાઇન સેન્ટરમાં, ઈટાલીથી 262 ભારતીય રેસ્ક્યૂ કરીને લવાશે

દેશના 19 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોના ફેલાયો


આ રિસ્ક ન લો...


બીજા રાજ્યોથી બિહાર આવનારાઓનું સ્ક્રીનિંગ થશે, ઓડિશાના 40 ટકા ભાગમાં લૉકડાઉન જાહેર

રાજ્ય દર્દી વધ્યા

મધ્યપ્રદેશ 4 0

તમિલનાડુ 6 2

જમ્મુ-કાશ્મીર 4 0

પ.બંગાળ 3 1

ઉત્તરાખંડ 3 0

આંધ્રપ્રદેશ 3 0

ઓડિશા 2 0

હિમાચલ 2 0

છત્તીસગઢ 1 0

પુડ્ડચેરી 1 0

ચંડીગઢ 1 0

રાજ્ય દર્દી વધ્યા

મહારાષ્ટ્ર 64 11

કેરળ 49 18

યુપી 43 11

દિલ્હી 32 9

તેલંગાણા 22 4

રાજસ્થાન 26 6

હરિયાણા 20 3

કર્ણાટક 17 0

પંજાબ 14 11

ગુજરાત 14 9

લદાખ 13 3

નાના વેપારીઓ માટે સરકાર રાહત પેકેજ આપે : સોનિયા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે સરકાર નાના તથા મધ્યમ કદના વેપારીઓ અને મજૂરો માટે રાહત પેકેજની જાહેરાત કરે. માસ્ક, સેનિટાઈઝર તથા બીજા સ્વાસ્થ્ય સુરક્ષા ઉપકરણો, ખાણી-પીણીની વસ્તુઓની બજારમાં સતત સપ્લાય તથા ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે.

તસવીર મુંબઇના રેલવે સ્ટેશનની છે. સરકારની સલાહ છતાં લોકો મુસાફરી માટે દોડધામ કરે છે. ખુદ વડાપ્રધાને આગ્રહ કર્યો છે કે હાલ જ્યાં છો ત્યાં જ રહેશો તો જ આપણે કોરોનાને હરાવી શકીશું.
અન્ય સમાચારો પણ છે...