તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માધવપુરના બાઇક ચાલક સાથે અાખલો અથડાયો, ગંભીર ઇજાથી યુવાનનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર તાલુકાના મુળ માધવપુર ગામે રહેતા અેક યુવાન પોતાનું બાઇક ચલાવીને અાવતા હતા તે દરમ્યાન રસ્તા વચ્ચે અાખલો અાડો ઉતર્યો હતો અને અા અાખલો બાઇક સાથે અથડાતા યુવાન નીચે પડી જતા અેક લોખંડની દાંતીમાં માથુ અથડાતા અા યુવાનને ગંભીર ઇજાઅો પહોંચી હતી, જેથી અા યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પોરબંદર તાલુકાના મુળ માધવપુર ગામના ગુંદારી વિસ્તારમાં રહેતા ઉકાભાઇ નાગાભાઇ કિંદરખેડીયા (ઉ.35) નામના યુવાન ડ્રાઇવીંગનો વ્યસાય કરતા હતા અને અા યુવાન ગઇકાલે શુક્રવારે દુધની ડેરીઅે દુધ દેવા માટે બાઇક પર ગયા હતા અને પરત અાવતી વખતે ગુંદારી વિસ્તારના હાઇવે વચ્ચે અચાનક અેક અાખલો અાડો ઉતર્યો હતો અને અાખલો બાઇક સાથે અથડાતા અા યુવાન પલ્ટી મારી ગયો હતો અને ફંગોળાઇને રસ્તા પર નીચે પડી જતા રસ્તાની સાઇડમાં પડેલ લોખંડના દાંતી પર પડ્યા હતા તેવુ નજરે જોનારે જણાવ્યુ હતુ,ગંભીર રીતે ઘવાયેલા અા યુવાનને માધવપુરના દવાખાને લઇ ગયા હતા અને વધુ સારવાર માટે 108 મારફત પોરબંદરની ભાવસિંહજી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા, જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યુ હતુ. અા યુવાનને સંતાનમાં અેક દીકરો અને અેક દીકરી છે. અને અા યુવાનના માતા ખાટલામાં બીમાર હાલતમાં છે. અા ઘટનાના પગલે તેમના પરીવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પીટલમાં અા યુવાનના પરીવારજનોઅે અેવું જણાવ્યુ હતુ કે હાઇવે પર અને ગામમાં રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ છે, અવાર નવાર અાખલાઅો યુધ્ધે ચડતા હોય છે. અામ રખડતા અાખલાઅોને કારણે વધુ અેક યુવાનનો ભોગ લેવાયો છે ત્યારે જીલ્લામાં અાખલા પકડવાની ઝુંબેશ વહેલીતકે શરૂ કરવામાં અાવે તેવી માંગ પ્રબળ બની છે.

પોરબંદર જિલ્લામાં હાઇવે પર રખડતા ઢોરે વધુ અેક યુવાનનો ભોગ લીધો
અન્ય સમાચારો પણ છે...