લૉકડાઉનઃ રાજ્યમાં હજુ 4 મહિના સુધી ચાલે તેટલો અનાજનો જથ્થો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસના સંક્રમણને પગલે સમગ્ર રાજ્યમાં 21 દિવસના લોકડાઉન દરમિયાન રાજ્યમાં દૂધ- શાકભાજી, અનાજ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઇ રહે અને લોકો સુધી તેનું નિયમિત વિતરણ થઇ શકે તે માટે રોજેરોજ ઉચ્ચ કક્ષાએથી સમીક્ષા કરવામાં આવી રહી છે. રાજ્યમાં હજુ 4 મહિના ચાલે તેટલો અનાજનો જથ્થો ઉપલબ્ધ છે.

નાગરિક પુરવઠા નિગમના એમડી મોહમદ શાહીદે જણાવ્યું ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઇ)ના ગોડાઉનમાં 6.45 લાખ મેટ્રીક ટન અનાજનો જથ્થો છે. ગુજરાત નાગરિક પુરવઠા નિગમના ગોડાઉમાં વધારાનો એક લાખ મેટ્રીક ટન અનાજનો જથ્થો ઉપલબ્ધ છે. નાફેડ પાસેથી 20 હજાર મેટ્રીક ટન દાળ ઉપલબ્ધ થશે. ગરીબ પરિવારોને એપ્રિલમાં વિતરણ કરવા માટે 1.08 લાખ મેટ્રીક ટન ઘઉં, 51 હજાર મેટ્રીક ટન ચોખા, 6500 મેટ્રીક ટન દાળ અને 10 હજાર મેટ્રીક ટન ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે.

CMના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે લોકડાઉનની સ્થિતિમાં રાજ્યમાં વસતા નિરાધાર, નિઃસહાય, એકલા રહેતા વૃદ્ધોને ભોજન પહોંચાડવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટહેલ નાંખ્યા બાદ અત્યારસુધીમાં રાજ્યમાં 5.39 લાખ ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું છે.

FCI પાસે 6.45 લાખ ટન અને પુરવઠા નિગમ પાસે 1 લાખ ટન જથ્થો


રાજ્યમાં જરૂરિયાતમંદ લોકોને 5.39 લાખ ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...