કેશોદનાં અજાબ ગામે પરપ્રાંતિય મજુરોને વતન જવાનું કહી ધમકી આપી, હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેશોદ પંંથકના અજાબ ગામે પરપ્રાંતીય મજુરોને એક સખ્શે ગાળાે કાઢી થપ્પડ મારી તમારે વતન જતાં રહો તેમ કહેતાં કેશાેદ પાેલીસેે ફરીયાદ નાેંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી મળતી વિગત મજુબ કેશાેદના અજાબ ગામે મજુરી કામ કરતાં મુળ મધ્યપ્રદેશના ટેટીયાભાઈ નરૂભાઈ ખરતે આદિવાસીએ પાેલીસમાં ફરીયાદ નાેંધાવતાંં જણાવ્યું કે હું અને મારાે ભાઈ સુંદર રાત્રીના સમયે ભાેજન લઇ રહ્યા હતાં ત્યારે સફેદ કલરની આર્મી લખેલી માેટરકાર GJ-11-BR-2783 માં આવેલા અજાણ્યા શખ્સે ભુંડી ગાળો કાઢી માર માર્યાે અને કહ્યું કે તમે અહીંથી તમારા વતન તરફ જતાં રહો તેમ કહી ધમકીઓ આપી હતી. જાેકે ભયભીત બનેલા મજુરોએ સ્થાનીક લાેકાેની મદદથી આરાેપીને ઓળખી બતાવતાં પ્રાંસલી ગામના અનિલ ખાણિયા હાેવાનું જાણવા મળ્યું હતું જેથી કેશોદ પોલીસેે તેમના વિરૂધ્ધ 323, 294(બી) હેઠળ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાેલીસે આ ઘટના બાદ આરાેપીની અટક કરી ધાેરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે આ ઘટના બાદ કેશોદ પંથકના પરપ્રાંતીય મજુરો ભયભીત બન્યા છે.

_photocaption_પકડાયેલ શખ્સ*photocaption*
અન્ય સમાચારો પણ છે...