તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુદની સાથે જોડાઓ, બીજાને સુરક્ષિત રાખો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મં

ઝિલ પર પહોંચવા દુનિયા ચાલીને જતી હોય છે, પરંતુ અત્યારે એવો સમય આવ્યો છે કે રોકાઈ જવાથી મંઝિલ ચાલીને આપણી તરફ આવશે. કોરોના સંકટથી વિજયની મંઝિલ આપણાં રોકાવાની રાહ જોઈ રહી છે. તમારી જાતને એવી મજબૂતીથી રોકી લો કે તમારી સાથે જોડાયેલા લોકો પણ અટકી જાય. આ ચક્રવાતમાં ભલ-ભલાના પગ લથડિયા ખાઈ રહ્યા છે. કુદરત આવું શા માટે કરી રહી છે, ક્યાં સુધી કરશે, એવા સવાલ-જવાબ કરવાનો વર્તમાનમાં સમય નથી. અત્યારે તો તેનાથી બચવા માટે જે કંઈ શક્ય હોય તે કરો. આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે. આપણાં સાતેય ચક્રમાં છઠ્ઠું છે આજ્ઞાચક્ર, જે બંને ભમરની વચ્ચે હોય છે. તેની વિશેષતા છે ક્ષમાશીલતાનો ભાવ અને દોષ છે માનસિક અશાંતિ-અસંતુલન. જે લોકો સમયની બાબતે કંગાળ હતા, અત્યારે સમય ધનવાન છે. તમારી પાસે અઢળક સમય છે. આટલો સમય હોવા છતાં પણ દરિદ્ર ન રહી જાઓ. બુદ્ધિશાળી જાણે છે કે, તકનો ફાયદો ઉઠાવવો જોઈએ. આવો, ખુદ સાથે જોડાઈએ અને બીજાને સુરક્ષિત રાખીએ. દિવસમાં જેટલી વખત થઈ શકે, તમારું સંપૂર્ણ ધ્યાન આજ્ઞાચક્ર પર ટકાવો. સંપૂર્ણ રીતે વિચારશૂન્ય બની જાઓ.

જીવન-પથ

પં. વિજયશંકર મહેતા
અન્ય સમાચારો પણ છે...