કરેણી ગામે જુના મનદુઃખમાં યુવાન પર પાઇપ વડે હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેશોદ પંથકના કરેણી ગામે રહેતા એક યુવાન પર જુના મનદુઃખને લઈ હુમલો થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાઇ હતી.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ,કેશોદ તાલુકાના કરેણી ગામે રમેશભાઈ પોલાભાઈ હિંગરાજીયાને નિર્મળાબેન મનસુખભાઈ નામની મહિલા સાથે અગાઉ માથાકૂટ થયેલ હોય જે બાબતનું મનદુઃખ રાખી જગદીશ મોહને રમેશ ઓર લાકડી વડે હુમલો કર્યો હતો તેમજ વિમલ મોહન નામના શખ્સે પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.તેમજ જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.આ બનાવ માં જગદીશ મોહન,વિમલ મોહન,પાર્વતીબેન મોહનભાઈ, નિર્મળાબેન મનસુખભાઇ, રામભાઈ મનસુખભાઈ,મુકેશ વલ્લભભાઈ વિરૂદ્ધ કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...