પોરબંદરના આરોગ્ય કંટ્રોલ રૂમમાં કર્મીઓ રાત- દિવસ સેવા બજાવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના આરોગ્ય કંટ્રોલરૂમમાં કર્મચારીઓ રાત દિવસ સેવા બજાવે છે. 55 તબીબો સહિત 950થી વધુ આરોગ્ય કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. જિલ્લાના કોરોના વાઇરસના નિયંત્રણ તેમજ શંકાસ્પદ દર્દીઓની ઓળખ થાય અને તેમને સમયસર સારવારની સાથે રોગનો ફેલાવો અટકાવવા તેમને અલગ રાખી શકાય તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઉડીને આખે વળગે તેવી કામગીરી કરવામાં આવી છે. નિવાસી અધિક કલેકટર રાજેશ એમ.તન્નાએ જણાવ્યું હતુ કે, જિલ્લા કલેકટર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જનતાના સહાકારથી કોરોના વાઇરસ નિયંત્રણ, જનજાગૃતિ અને સાવચેતી બાબતે ટીમવર્કથી કામ થઇ રહ્યુ છે. હજુ સુધી જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તા.27મી માર્ચના રિપોર્ટ પ્રમાણે પોરબંદર જિલ્લામાં કુલ 10 ક્વોરન્ટાઇન સ્થળ ઉભા કરવામાં આવ્યા છે. હાલ કુલ 127 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન રાખવામાં આવેલ તેમાંથી 53 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરેલ છે. અને 74 વ્યક્તિઓ ચકાસણી હેઠળ છે. હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવેલ 383 વ્યક્તિ માંથી 77 વ્યક્તિઓનો સમયગાળા પૂર્ણ થઇ ગયેલ છે. જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં રાત દિવસ સુપર વિઝનની કામગીરી આગળ વધી રહી છે. જિલ્લામાં આરોગ્ય સ્ટાફની કામગીરી જોઇએ તો 31 આયુષ તબીબો, 23 એમ.બી.બી.એસ, 216 પેરામેડિકલ સ્ટાફ, 400 આંગણવાડી કેન્દ્ર, 350 આશાવર્કરો, 30 વહિવટી સ્ટાફ સેવા બજાવી રહ્યા છે. સમગ્ર કામગીરીનું સંકલન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યુ છે. કંટ્રોલરૂમ પર કર્મચારીઓ ખાસ કામગીરીના ભાગરૂપે 12- 12 કલાક સેવા આપી રહ્યા છે.

55 તબીબો સહિત 950થી વધુ આરોગ્ય કર્મીઓની કામગીરીને લોકોએ બિરદાવી

અન્ય સમાચારો પણ છે...