3 દિવસમાં ફરી તાપમાન 4 ડિગ્રી ઉંચકાતા ગરમી વધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં છેલ્લા 4 દિવસમાં તાપમાનનો પારો ચાર ડિગ્રી ઉંચકાયો હતો જ્યારે પવનની ઝડપમાં બે દિવસમાં 5.9 કિમીનો ઘટાડો થતા લોકોને ફરી ગરમીની અનુભૂતી થઇ રહી છે.આમ, મહત્તમ તાપમાન વધવા સાથે પવનની ઝડપ ઘટતા ફરી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વધાસીયાઅે જણાવ્યું હતું કે, ગુરૂવારે મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી રહ્યું હતું. બાદમાં સતત 3 દિવસ સુધી તાપમાનમાં વધારો થતા શુક્રવારે તાપમાન 33.7 ડિગ્રી, શનિવારે 34 ડિગ્રી અને રવિવારે 36.5 ડિગ્રીએ પહોંચી ગયું હતું. દરમિયાન રવિવારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અને ભેજનું પ્રમાણ સવારે 71 અને બપોર બાદ 21 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ શુક્રવારે 11.5 કિમી ની હતી જેમાં 5.9 કિમીનો ઘટાડો થવા સાથે રવિવારે પવનની ઝડપ 5.6 કિમીની રહેવા પામી હતી.

પવનની ઝડપમાં 5.9 કિમીનો ઘટાડો થયો


અન્ય સમાચારો પણ છે...