તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગલિયાવાડના યુવાનને હનીટ્રેપમાં ફસાવી 5 લાખ માંગનાર 5 ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ તાલુકાના ગલીયાવાડના વિશાલ ઘનજીભાઇ મોણપરાને અારતીબેને મિસ કોલ કરી મિત્રતા કેળવી હતી. બાદમાં વિશાલના જન્મ દિવસે કાળવા ચોકમાં બોલાવી ભવનાથ ફરવા જવાનું કહી છગનમામાની સોસાયટીના એક મકાનમાં લઇ ગયા હતા. દરમિયાન ત્યાં બીજી યુવતિ અને અન્ય 2 શખ્સોએ પોતાની ઓળખાણ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ તરીકે આપી યુવકનું અપહરણ કર્યું હતું. બાદમાં તેને માર મારી યુવકના પિતા અને તેના પિતરાઇ ભાઇને બોલાવી પતાવટ કરવા 5 લાખની ખંડણી માંગી હતી. આ મામલે ભવનાથ પોલીસમાં ફરિયાદ નોંધાતા એસપી સૌરભ સિંઘની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ભવનાથ પોલીસના ઇન્ચાર્જ પીએસઆઇ વી.યુ.સોલંકી તેમજ સ્ટાફના ભીમાભાઇ, રામદેવભાઇ, યુસુફભાઇ,મુકેશભાઇ, વિપુલસિંહ, અશ્વિનભાઇ વગેરેએ તપાસ હાથ ધરી હતી. બાદમાં આરોપીઓ સમાધાન માટે ફરિયાદીને ફોન કરતા હોવાની બાતમી મળતા કાઉન્ટર ટ્રેપ કરી હિના વા.ઓ. ઉમેશભાઇ વેજાભાઇ નંદાણીયા (જૂનાગઢ),ઉમેશભાઇ નંદાણીયા (જૂનાગઢ), ફિરોજ દાઉદભાઇ ઠેબા (મેંદપરા), રિંકલબેન ઉર્ફે આરતીબેન વા.અો. મુકેશ જગદિશ ગેડીયા(સુરત) અને આશીયાના ઇસ્માઇલભાઇ આમદભાઇ કાળવાતર (અમરેલી) વાળાને ઝડપી લીધા છે. પોલીસે મોટરસાઇકલ, 5 મોબાઇલ સહિત 28,000નો મુદ્દામાલ કબ્જે કરી તમામના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પોલીસે 1 સ્કુટર, 5 મોબાઇલ સહિત રૂપિયા 28,000નો મુદ્દામાલ કબ્જે કર્યો

યુવતિએ ભવનાથ બોલાવ્યા બાદ નકલી પોલીસના નામે પરાક્રમ કર્યું

અન્ય સમાચારો પણ છે...