રાજ્યની તમામ યુનિવર્સિટીના છાત્રોને માસ પ્રમોશન આપો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં પરીક્ષાના સમયે જ કોરોનાના કારણે લોક ડાઉન થતા વિદ્યાર્થીઓને પુસ્તક પણ મળવા મુશ્કેલ હોય રાજ્યની તમામ યુનિવર્સિટીના છાત્રોને માસ પ્રમોશન આપવા માંગ કરાઇ છે. આ અંગે સરદાર પટેલ વિદ્યાર્થી પરિષદે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે,સમગ્ર દેશ હાલમાં નોવેલ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે. હાલમાં જ્યારે કોરોનાના કારણે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. આ સમય પરીક્ષાનો હતો. ત્યારે પરીક્ષાના સમયે જ લોક ડાઉનથી વિદ્યાર્થીઓને પુસ્તક પણ મળવા મુશ્કેલ બન્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓ ઇચ્છતા હોવા છતાં પણ પરીક્ષાની તૈયારી કરી શકતા નથી. ત્યારે લોકડાઉન પુરા યથા બાદ પરિક્ષાનું આયોજન થાય તો તૈયારીના અભાવે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકે છે. ત્યારે રાજ્ય સરકારમાં એટલી માંગ છે કે રાજ્યની તમામ યુનિવર્સિટી હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઇએ તેમ સરદાર પટેલ વિદ્યાર્થી પરિષદના સંસ્થાપક વત્સલ કાપડીયા અને પ્રદેશ પ્રમુખ મિત માંડવીયાએ જણાવ્યું છે.

સરદાર પટેલ વિદ્યાર્થી પરિષદની રાજ્યપાલને રજૂઆત

પરીક્ષા સમયે જ લોકો ડાઉનથી પુસ્તકો મળવા મુશ્કેલ બન્યા

અન્ય સમાચારો પણ છે...