તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોર્મ્યુલા-1ના એન્જિનિયરોએ બ્રીથિંગ ડિવાઈસ બનાવ્યું, દર્દીઓને ICU અને વેન્ટિલેટરની જરૂર નહીં પડે, 100 ડિવાઈસનું પરીક્ષણ શરૂ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસને કારણે દુનિયાભરના મુખ્ય દેશો વેન્ટિલેટરની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ન્યુયોર્કમાં એક વેન્ટિલેટર પાર ચાર જિંદગીઓ છે. ઈટાલી અને બ્રિટનના ડૉક્ટર ગંભીર અને વૃદ્ધોને વેન્ટિલેટરથી હટાવી રહ્યાં છે જેથી યુવાઓને બચાવી શકાય. આ દરમિયાન દુનિયાની પ્રસિદ્ધ કાર કંપની મર્સિડીઝના ફોર્મ્યુલા-1ના એન્જિનિયરોની ટીમે લંડન યુનિવર્સિટી સાથે મળીને ફક્ત 4 દિવસમાં બ્રીથિંગ મશીન બનાવી છે. તેની મદદથી કોરોના વાઈરસના દર્દીઓને ઈન્ટેન્સિવ કેર યુનિટ(આઈસીયુ)માં દાખલ કરવાની જરૂર નહીં પડે. આ ડિવાઈસને કન્ટિન્યૂઅસ પોઝિટિવ એરવે પ્રેશર(સીપીએપી) નામ અપાયું છે. ઉત્તર લંડનની હોસ્પિટલોમાં એવા 100 ડિવાઈસનું ક્લિનિકલ પરીક્ષણ ચાલુ છે. નિષ્ણાતોનો અનુમાન છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં લંડન યુનિવર્સિટીની હોસ્પિટલોમાં આ ડિવાઈસના ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ જશે. મર્સિડીઝની ટીમ કહે છે કે તે આવા 300 ડિવાઈસ એક દિવસમાં બનાવી શકે છે. જો ફોર્મ્યુલા-1ની ટીમ અન્ય ટીમ સાથે આવે તો એક દિવસમાં આવા 1000 ડિવાઈસ બનાવી શકાશે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિજિક્સ એન્ડ એન્જિનિયરિંગ ઇન મેડિસિનના સ્ટીફેન ઓકોનેરે જણાવ્યું કે આ ડિવાઈસની મદદથી શ્વાસ લેવામાં એવું જ મહેસૂસ થાય છે જેમ તમે ઝડપથી ચાલતી કારની બારી ઊતારી બહાર મોઢું રાખીને શ્વાસ લઈ રહ્યા હોવ. તેના ઉપયોગ દર્દીને બેભાન કરવાની જરૂર નથી પડતી એટલા માટે તે જલદી જ હોસ્પિટલથી છૂટીને ઘરે જઈ શકે છે.

દર્દીઓને બેભાન નહીં કરવા પડે, માસ્કથી ઓક્સિજન પહોંચશે


આ ડિવાઇસ દર્દીઓમાં માસ્કના માધ્યમથી તેમના ફેફસાં સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરશે. આ એવા દર્દીઓ માટે અત્યંત લાભકારી હશે જે ખૂબ જ નબળાં છે અને તેમને ઈન્ટેન્સિવ વેન્ટિલેશન ન આપી શકાય. ઈન્ટેન્સિવ વેન્ટિલેશનમાં દર્દીઓના નાકમાંથી ટ્યૂબ નાખીને તેમના ફેફસાંમાં ઓક્સિજન પહોંચાયા છે. જેથી દર્દી શ્વાસ લઈ શકે. તેના ઉપયોગથી દર્દીને બેભાન કરવાની જરૂર નથી પડતી. આ ટેક્નોલોજીનો પહેલાંથી જ ઈટાલીમાં ઉપયોગ થઈ રહ્યો છે જ્યાં વેન્ટિલેટરની મોટાપાયે અછત છે.

ભાસ્કર વિશેષ | દુનિયાભરમાં વેન્ટિલેટરની અછત વચ્ચે એન્જિનિયરોએ ફક્ત 4 દિવસમાં બ્રીથિંગ ડિવાઈસ તૈયાર કર્યુ


અન્ય સમાચારો પણ છે...