સરકારી કચેરીમાં કર્મીઓને ન આવવા, પણ ઘેર ફરજીયાત હાજર રહેવા ફરમાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. દરમિયાન ભારતમાં સરકારની તકેદારીના કારણે અન્ય દેશો કરતા સ્થિતી કાબુમાં રહેવા પામી છે. જ્યારે રાજ્ય સરકાર પણ તુરત પગલાં લઇ મહામારીના ફેલાવાને રોકવા આકાશ પાતળ અેક કરી રહી છે. દરમિયાન જૂનાગઢમાં પણ અનેક સરકારી કચેરીમાં વધુ સ્ટાફના કારણે કોરોનાનો ફેલાવો ન થાય તે માટે અનેક કર્મીઓને ઘરે બેસવા આદેશ કરાયો છે. જ્યારે સરદાર બાગ સ્થિત મામલતદાર કચેરીમાં પણ તમામ કર્મી, કોમ્પ્યુટર ઓપરેટરો તેમજ અન્ય સેવાકર્મીઓને પોતાના હેડક્વાર્ટરમાં એટલે કે ઘરે રહેવા જણાવાયું છે. અન્ય સૂચના ન મળે ત્યાં સુધી કચેરીએ ન આવવાનું રહેતું નથી. પરંતુ આપાતકાલીન જરૂરિયાતને લઇ સૂચના અાપવામાં આવે તો તુરત હાજર થવાનું રહેશે. હાલ મામલતદાર કચેરીમાં એક મામલતદાર, એક નાયબ મામલતદાર અને અન્ય અેક કર્મી મળી કુલ 3 કર્મીએ જ હાજર રહેવાનું રહેશે.મહેસુલી તલાટીઓએ તેમના તાબાના ગામોના સરપંચોના સતત સંપર્કમાં રહી ગામમાં થતી અવર જવર પર દેખરેખ રાખવાની રહેશે. અન્ય રાજ્યમાંથી કે વિદેશમાંથી કોઇ આવ્યા હોય તો તેની જાણ કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમ 0285 2633131 પર કરવાની રહેશે તેવી સૂચના અપાઇ છે.

અનેક સરકારી કચેરીઅોમાં સ્ટાફને ઘેર બેસાડી દેવાયો

કોરોનાના વાઇરસનો ફેલાવો ન થાય તેની તકેદારી રૂપે પગલાં

અન્ય સમાચારો પણ છે...