પાંચ તબીબને ફોન પર ક્લિનિક ખોલીને સારવાર માટેની વિનંતી કરાઈ, પરંતુ કોરોનાનું બહાનું ધરી કોઈ ન આવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાણિયાવાડી મેઇન રોડ

ડો. વિપુલ મારકણા હોસ્પિટલ

ભાસ્કર : સર બાળકને બતાવવાનું હતું

ડોક્ટર : શું નામ છે બાળકનું

ભાસ્કર :કેસર

ડોક્ટર :શું પ્રોબ્લેમ છે

ભાસ્કર :સર બાળક ફીડિંગ નથી કરતું

ડોક્ટર : ઉંમર શું છે? અને કેટલા દિવસથી બાળક ફીડિંગ નથી કરતું?

ભાસ્કર :8 મહિના, 3 દિવસથી ફીડિંગ નથી કરતું

ડોક્ટર : સાવ નથી કરતું

ભાસ્કર :ના સર ,

ડોક્ટર : ક્યાં રહો છો

ભાસ્કર :ભક્તિનગર સર્કલ પાસે

ડોક્ટર :નજીક જ રહો છો. હોસ્પિટલ આમ બંધ છે પણ ઈમરજન્સી હોય તો હું જોવ છું બતાવવું હોય તો બતાવી જાવ. 10 જ મિનિટ છું હું 500 રૂપિયા ચાર્જ લઈશ, ના બતાવું હોય તો હું ટેલિફોનિક દવા લખી આપું

ભાસ્કર :સર ચાલશે ટેલિફોનિક લખાવી આપો

ડોક્ટર : તાવ કશું છે

ભાસ્કર : તાવ નથી માત્ર ફીડિંગ જ નથી કરતું

ડોક્ટર :મોઢામાં સફેદ છાલ્લા પડી ગયા છે

ભાસ્કર : ના સર એવું નથી

ડોક્ટર : અત્યારે ખીચડી ,ભાત ખવડાવો કોઇ વાંધો નહીં,હું દવા લખીને નીચે મેડિકલમાં આપી દઉ છું .

ડોક્ટર :નીચેથી દવા લઈ લેજો. એનો ચાર્જ રૂ. 100 થશે અને આવો ત્યારે જૂની ફાઈલ લેતા આવજો અને જાવ ત્યારે બિલ લેતા જજો .જેથી કરીને કોઇ પોલીસ રોકે નહીં.

ઓનલાઇન તપાસ કરે છે શેરી ગલીના તબીબો!!, ઈમરજન્સીના 500, ફોન પર દવા લખવાના રૂ.100 વસૂલાય છે

ધારા નગેવાડિયા | સામાન્ય રીતે તબીબ ભગવાનનું સ્વરૂપ મનાઈ છે. અત્યારે કોરોનાના સમયમાં અનેક તબીબો પોતાના ઘરે પણ નથી જતા અને દર્દીઓની સેવામાં દિન રાત કામ કરે છે. ત્યારે ગલીના જે તબીબોએ આ સમયે માનવતા નેવે મૂકી દીધી છે. કોરોનાને કારણે જાહેર કરાયેલા લોકડાઉનમાં બી.એચ.એમ.એસ.,અેમ.બી.બી.એસ, અેમ.ડી.ની ડિગ્રી ધરાવતા તબીબોઅે પોતાના દવાખાનાને તાળાં મારી દીધા છે, પણ તેઓ દર્દીઓની તપાસ ઓનલાઇન કરી રહ્યા છે. વોટ્સએપ પર દવા લખી આપે છે. જેના રૂ.100 લ્યે છે અને જો કોઈને ઈમરજન્સીમાં બતાવવું હોય તો તેના રૂ. 500 વસૂલે છે.

દિવ્ય ભાસ્કરના રિયાલિટી ચેકિંગમાં બીએચએમએસ,એમ.બી.બી.એસ. અને એમ.ડી. કક્ષાના તબીબોએ કહ્યું કે, અમારા ક્લિનિકમાં દર્દીઓનો મેળાવડો થાય છે કોરોનાનો કેસ આવે તો અમે હેરાન-પરેશાન થઈ જાય

ડોક્ટર કહે છે કે, ઈમરજન્સી હોય તો સિવિલમાં જતા આવો, બીજે જાવ અમારું ક્લિનિક નહીં ખૂલે

ગાયત્રીનગર મેઈન રોડ

ડો.કે.એન પટેલ, હિરેન પટેલ

ગાયત્રીનગર મેઈન રોડ

ડો.એન.કે. સોની,કૌશિક સોની

સહકાર મેઈન રોડ

ડો. ભાસ્કર ભટ્ટ, એમ.ડી.

ભાસ્કર : ડો. કે. એન પટેલ વાત કરે છે?

ડોક્ટર :હા બોલું છું

ભાસ્કર :સર હું રાજકોટથી બોલું છું? આપનું ક્લિનિક બંધ છે?

ડોક્ટર :સાંજે 4.30 ખૂલશે

ભાસ્કર :સર હું રેગ્યુલર અાપની પાસે જ દવા લઉ છું અત્યારે નહીં ખૂલે?

ડોક્ટર :સાંજે 4.30 ,અત્યારે કશું નહીં થાય. નજીકમાં ઈમરજન્સીમાં હોસ્પિટલમાં બતાવી દો.

ભાસ્કર : સાંજે જ ક્લિનિક ખોલીએ છીએ? સવારે કેમ ખુલ્લું નથી રાખતા?

ડોક્ટર :સાંજે 4.30 થી 9.00, હું વોકહાર્ટમાં ફરજ બજાવું છું માટે અત્યારે નહીં ખોલીએ

ભાસ્કર : સર ઈમરજન્સી છે, તો શું કરવું?

ડોક્ટર : બાજુના દવાખાનામાં બતાવી દો, ત્યાંથી દવા મળી જશે. હાલ તો હું ફરજ ઉપર છું. ક્લિનિક પર નહીં આવી શકું.

ભાસ્કર :ડો. સોની સાહેબ વાત કરે છે

ડોક્ટર :હા બોલું છું શું કામ છે

ભાસ્કર :સર દવાખાનું બંધ છે

ડોક્ટર :હા દવાખાનું બંધ જ છે પણ તમારે કાંઈ તકલીફ હોય તો કહો ફોનમાં દવા લખી આપીશ

ભાસ્કર : ઓકે સર, ક્લિનિક નહીં ખૂલે

ડોક્ટર :કલિનિકમાં 100-100 પેશન્ટ ભેગા થઈ જાય છે અને એકબીજના ઈન્ફેક્શન લાગી જાય, ફોનથી જ દવા લેવાની રહેશે

ભાસ્કર : કોઈ વાંધો નહીં, હૃદયરોગની દવા પણ લેવાની છે

ડોક્ટર :દોશી હોસ્પિટલમાં ચાલ્યા જાવ

ભાસ્કર : સારવાર સરખી રીતે મળી રહેશેને

ડોક્ટર : હા મળી રહેશે

ભાસ્કર : સર આપણું ક્લિનિક ક્યારે ખૂલશે

ડોક્ટર : લોકડાઉન પૂરું થઇ જાય પછી ખૂલશે

ભાસ્કર :ડોક્ટર ભાસ્કર વાત કરે છે?

ડોક્ટર :હા બોલું છું.

ભાસ્કર :સર તમારું ક્લિનિક બંધ છે?

ડોક્ટર :હા હા કોણ બોલે છે?

ભાસ્કર :સર અત્યારે શરદી છે અને તાવ જેવું છે.

ડોક્ટર :તો એક કામ કરો. એક વોટ્સએપ મેસેજ કરી દો હું તમને દવા લખી આપું છું, રોનક મેડિકલમાંથી આપી દેશે

ભાસ્કર :સર મેડિકલમાંથી દવા આપી દેશે, કોઈ વાંધો નહીં આવે ને ?

ડોક્ટર : હા હા અાપી દેશે ના નહીં પાડે ચિંતા ન કરો, બીજુ શું થયું છે.

ભાસ્કર :ખાલી તાવ, શરદી જ છે બીજુ કશું નથી

ડોક્ટર :કાંઈ વાંધો નહિ, તમે મને મેસેજ કરી દો ને દવા મળી જશે

ભાસ્કર :આપનું ક્લિનિક કયારે ખુલશે?

ડોક્ટર :સોમવારે ફોન કરજોને ખુલી જશે તો કહીશ તમને રોનક મેડિકલમાંથી દવા મળી જશે.

ભાસ્કર :ડો. વિરાણી સાહેબ વાત કરે છે

ડોક્ટર :હા બોલું છું

ભાસ્કર :સર દવાખાને બતાવવા આવ્યા છીએ દવાખાનું બંધ છે

ડોક્ટર :હા અત્યારે બંધ છે ,સવારે ખૂલશે

ભાસ્કર :સારું સર ઈમરજન્સી છે, બાળકને કફ થઈ ગયો છે

ડોક્ટર :થોડો કફ થઇ ગયો હોય તો દવા લઇ લેવાની,સામાન્ય હોય તો કશે ના જતા ઘરની બહાર ન નીકળતા

ભાસ્કર :ઈમરજન્સી હોય તો

ડોક્ટર : સૌરાષ્ટ્ર 24 કલાક ચાલુ રહેશે. ત્યાં ચાલ્યા જાવ

ભાસ્કર :એ લોકો ટ્રીટમેન્ટ સરખી કરશે.

ડોક્ટર : બધા એમડી સરખું જ ભણેલા હોય, ઈમરજન્સીમાં હોય એ અમારા કરતા વધુ હોશિયાર હોય

ભાસ્કર : ત્યાં બતાવી દઈએ ને?

ડોક્ટર : ઈમરજન્સ હોય તો જ જજો.

ગોંડલ રોડ, ગુરુકુળ પાસે

ડો. જય વિરાણી
અન્ય સમાચારો પણ છે...