વિસાવદર નજીકના જંગલમાં લાકડા સળગાવતા લાગી આગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોણ વિડી વિસ્તારમાં અચાનક જ આગ લાગતા વનતંત્ર દોડતુ
થયું હતું.

આ અંગની મળતી વિગત મુજબ કુટીયા રાઉન્ડના ધોણ વીડી વિસ્તારમાં જંગલ માં બાપસાનું કટિંગ કરવામાં આવી રહ્યું હોય બાદમાં લાકડા સળગાવવામાં આવ્યા હતા.અને પવનના છુછવાટાથી સૂકા ઘાસમાં આગ લાગી હતી.આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.અને વન્યજીવોને પણ નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.બપોરથી શરૂ થયેલ આ આગ સેંકડો વિઘામાં ફેલાઈ ગઈ હતી.અને બુઝાવવા માટે વનવિભાગ દ્રારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે છતાં આગ પર સમયસર કાબુ મેળવી શકાયો ન હતો.જ્યારે વન વિભાગમાંથી જાણવા મળતી વિગત મુજબ,જંગલ માં બિનઉપયોગી ગણાતા બાપસાનાવૃક્ષોનું કટિંગ કરી સળગાવવામાં આવ્યા હતા.બાકી દવ કે કોઈ અન્ય કારણ થી આ બનાવ બન્યો નથી.હાલ આ આગ કાબુમાં છે.આમ વિસાવદર રેન્જ હેઠળના કુટીયા જંગલ વિસ્તારમાં આવેલ પિયાવા નજીકના બારવાણીયા તરફ જતા અને ધોણવિડી તરીકે ઓળખાતા વિસ્તારમાં અચાનક આગ લાગતા વનતંત્ર પણ દોડતું થયું હતું.

ભારે પવનથી બે કાબુ બની, વન્યજીવોને નુકસાન
અન્ય સમાચારો પણ છે...