કોરોના સામે લડાઈનો અર્થ અસંવેદનશીલ બનવું નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જે દિવસે આખો દેશ કોરોના સામે લડવામાં પોતાના જીવની ચિંતા ન કરીને આપણે મદદ કરનારા આરોગ્ય કર્મચારીઓ, આવશ્યક અને એન્ય જરૂરી સેવામાં લાગેલા લોકોનો થાળી-શંખ વગાડી ધન્યવાદ આપી રહ્યો હતો, એ દિવસે સામુહિક અસંવેદનશીલતાની એક વિચિત્ર ઘટના બની. એર ઈન્ડિયાએ પ્રેસનોટ દ્વારા એક લાગણીશીલ અપીલ કરી. હકીકતમાં બન્યું એવું કે, આ એરલાઈન્સ પોતાની સામાજિક જવાબદારી વહન કરતા વુહાન(ચીન), ઈટાલી અને બીજા દેશોમાં ફસાયેલા ભારતીયોને પોતાના વિમાન મોકલીને પરત લાવી હતી. જોકે, આ વિમાનોને ઉડાડનારા પાઈલટ જ્યારે તેમના ઘરે પહોંચ્યા તો સોસાયટીના લોકોએ તેમનો તિરસ્કાર અને ઉપેક્ષા જ ન કરી, પરંતુ સોશિયલ મીડિયા પર ગાળો પણ ભાંડી. એરલાઈન્સે આગળ કહ્યું કે, કંપનીના ક્રૂ-સભ્યોને સોસાયટીના વેલફેર એસોસિએશનના ગુસ્સાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત આ એસોસિએશનના પદાધિકારીઓ કે પડોશી એવું કહે છે કે, અમુલ વ્યક્તિ વિદેશી આવ્યો છે, તેનાથી જોખમ છે, પોલીસ બોલાવો. જો આભાર વ્યક્ત કરવાને બદલે સમાજ તિરસ્કાર કરશે તો તેનાથી બે મોટા નુકસાન થશે. પ્રથમ, કોઈ પણ આવશ્યક સેવા સાથે જોડાયેલો કર્મચારી એટલે કે, ડોક્ટર, નર્સ, પાઈલટ, પોલીસ કે નગરપાલિકાનો કર્મચારી સમાજ સેવા માટે તત્પર નહીં બને અને કોરોના સામેની લડાઈમાં દેશ હારી જશે. બીજું, આ જાણીને તેનો દર્દી સામાજિક તિરસ્કારનો ભોગ બનશે, કોઈ પણ વ્યક્તિ કે પરિવાર આગળ આવીને એ બતાવવા તૈયાર નહીં થાય કે તેના પરિજનમાં આવા લક્ષણ જોવા મળી રહ્યા છે. પરિણામે, અસંખ્ય અન્ય લોકો તેના સંપર્કમાં આવીને આ રોગોનો ભોગ બનતા જશે. આથી, વ્યક્તિ, પરિવાર, સમાજ કે સમુહની એ જવાબદારી છે કે, આવા શંકાસ્પદ લક્ષણ ધરાવતી વ્યક્તિને તબીબી દેખરેખ હેઠળ મોકલો અને પોતે અલગ રહીને સકારાત્મક ચેતના પેદા કરો. તિરસ્કાર આ સંકટને વધારી શકે છે. આ જ કારણ છે કે, વડાપ્રધાને આવા કર્મઠ લોકો માટે સન્માન દિવસ મનાવવાનો આગ્રહ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...