તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની મહામારીને રોકવા માટે માસ્ક -સેનેટાઈઝરનું વિતરણ કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસની મહામારીને રોકવા માટે માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરો જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિના મૂલ્ય વિતરણ કરવા અંગે કોંગ્રેસે રજૂઆત કરી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી રામદેવ મોઢવાડિયા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં અજગર ભરડો લીધો છે. અને ભારત દેશમાં પણ વાયરસ પ્રવેશી ચૂક્યું છે. જિલ્લાના લોકોમાં પણ આ મહામારી ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે. લોકો આ વાયરસના ચેપથી બચવા માટે સતર્ક બન્યું છે. પરંતુ ચેપથી રક્ષણ પુરૂ પાડતા માસ્ક અને સેનિટાઈઝર બજારમાં ખૂબ જ મોંઘા ભાવે મળે છે. ઉપરાંત ગરીબ અને અભણ લોકોમાં આ અંગે જાગૃતિ પણ ન હોય, ઘણા લોકો હજુ પણ માસ્ક અને સેનીટાઈઝરનો ઉપયોગ કરતા ન હોય જેથી પોરબંદર જિલ્લામાં સામાન્ય માણસો સુધી માસ્ક એન્ડ સેનિતાઈઝરનું આરોગ્ય વિભાગ દ્વારા વિના મૂલ્ય વિતરણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. અને તેઓએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે કોરોના વાઇરસને કારણે ચીન, ઈરાન, ઇટાલી સહિતના અનેકવિધ દેશો પ્રભાવિત થયા છે. અને સમગ્ર વિશ્વમાં હજારો લોકો આ મહામારીનો ભોગ બનીને મૃત્યુને ભેટ્યા છે. ઉપરાંત લાખો લોકો કોરોના ગ્રસ્ત બન્યા બાદ સારવાર હેઠળ છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં કોરોના વાયરસે ગુજરાતમાં પણ પેસારો કર્યો છે. જેના કારણે રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં પોઝિટિવ કેસો નોંધાયા છે.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિના મૂલ્યે વિતરણ કરવા રજૂઆત
અન્ય સમાચારો પણ છે...