બિયારણ, દવા, ખાતર ઉપલબ્ધ કરાવવા કિસાન સંઘની માંગણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલાલા સહિત ગીર પંથકનાં બાગાયતી વિસ્તાર અને સોરઠ ભરનાં ખેડુતો લોકડાઉનની સ્થિતિ વચ્ચે ખેતરોમાં તૈયાર થઇ રહેલા પાકને નુકશાન થતુ જોઇ મુંઝવણમાં મુકાઇ ગયા છે. વાદળછાંયા વાતાવરણ અને અમુક વિસ્તારોમાં પડેલા વરસાદથી ખેતપેદાશોમાં ઇયળ, થ્રીપ્સ અને સુકારાનાં રોગ દેખાવા લાગ્યા હોય દવાનાં છંટકાવની તાકીદે જરૂરીયાત હોય સાથે ખાતર પણ આપવું જરૂરી બન્યું હોય. ખેડુતોને તાકીદે દવા, ખાતર, બિયારણનો જથ્થો સરળતાથી મળી રહે તે માટે ગીર-સોમનાથ જિલ્લા કિસાન સંઘનાં પ્રમુખ ભરત સોજીત્રાએ રાજયનાં કૃષિમંત્રી અને જિલ્લા કલેકટર સમક્ષ માંગ કરી છે.
રાજયમાં ખેતી સિવાય તમામ સેકટર બંધ થઇ ગયા હોય રાજય અને દેશનાં અનાજનાં ભંડારો ભરવા ખેડુતો પણ દેશનાં સૈનિકની માફત રાત-દિવસ ખેતી કાર્યમાં જોડાયા હતાં. કોરોનાં વાઇરસનાં મહામારીને રોકવા પ્રધાનમંત્રીએ આપેલા 21 દિવસનો લોકડાઉનનાં આયોજનને ખેડુતો પુરા સમર્થનથી સાથે છે. છતાં ખેતીમાં કામ કરવામાં પુરતા પ્રમાણમાં જગ્યા હોય ચેપ પ્રસરવાની નહીંવત સંભાવના છે. હાલ ઉનાળુ વાવેતર અડવાથી વધુ બાકી હોય અને થયેલા વાવેતરમાં બાજરો, તલ, મગ, અડદ, શાકભાજીનાં પુષ્કળ વાવેતર ખેડુતો કરી ચુકયા હોય. ખેત પાકને સમયાંતરે પાણીની સાથે દવા, ખાતરનાં પાકમાં રોગ દેખાવા લાગ્યો હોય. તાકીદે દવાનાં છંટકાવ ન થાય તો ખેડુતોને આર્થિક અને દેશને અન્નનું નુકશાન થાય તેમ હોય તાકીદે ખેડુતોને બિયારણ, દવા, ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા કિસાન સંઘે માંગ કરી છે.

_photocaption_કેરીનાં પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે.} જીતેન્દ્ર માંડવીયા*photocaption*

લોકડાઉનની અમલવારી વચ્ચે ઉકેલ શકય છે

ખેડુતોને દવા, બિયારણ, ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા સ્થાનિક કક્ષાએ તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધીકારીનું સંકલન બનાવી તાલુકા મથકે આવેલ સરકારી ખાતરનાં ડેપો, સહકારી મંડળીઓ અને તાલુકાનાં મુખ્ય એગ્રો સેન્ટરોનાં સંચાલકોનું સંકલન કરી અઠવાડીયામાં ત્રણ દિવસ નકકી કરાવી ત્રણ કલાક ખાતર બિયારણ, દવાની દુકાનો, પોલીસનાં માર્ગદર્શન હેઠળ ખોલાવી ખેડુતોને જથ્થો પુરો પાડવામાં આવે તો લોકડાઉનની સ્થિતિ પણ જળવાઇ રહે અને ખેડુતોની ખેત પેદાશોને નુકશાન થતું અટકાવી શકાય.

બદલાતા વાતાવરણથી બાગાયતી, ઉનાળુ પાકને નુકસાન
અન્ય સમાચારો પણ છે...