બાબરાના ખંભાળામાં બળદે ઢીંક મારતા આધેડનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાબરા તાલુકાના ખંભાળા ગામે એક આધેડ પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા. ત્યારે એક બળદ તેમને ઢીંક મારતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું.

આધેડના મોતની આ ઘટના બાબરા તાલુકાના ખંભાળા ગામે બની હતી. અહીં રહેતા ગોરધનભાઈ પુનાભાઈ મોરી ઉમર વર્ષ 63 સવારે પોતાની વાડીએ ગયા હતા. વાડીમા અડધા ભાગમાં કપાસનું વાવેતર કર્યું હોય તેમજ અડધા ભાગમાં કપાસ કાઢી નાખ્યો હોય અહીં બળદો ચરતા હતા.

આ દરમિયાન એક બળદે તેને ઢીંકે ચડાવતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વલ્લભભાઈ ગોરધનભાઈ મોરીએ બાબરા પોલીસ મથકમાં જાણ કરી હતી. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સિંધવ ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાના બળદ કે ખેતી કામમાં ઉપયોગમાં આવતા પ્રાણી હુમલો કરે તેવું બનતું નથી. પરંતુ વાડીના બળદે ઢીક મારતા મોતની ઘટના બની હતી.

વાડીએ બળદ ચરતા હતા ત્યારે બની ઘટના

અન્ય સમાચારો પણ છે...