જૂનાગઢની સોસાયટીમાં મગર ઘૂસી જતા નાસભાગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢનાં નહેરૂ પાર્ક સોસાયટીમાં મગર ઘુસી જતા લોકોમાં નાશભાગ મચી ગઇ હતી. બાદમાં સક્કરબાગ રેસ્ક્યુ ટીમે મગરને પકડી હસ્નાપુર ડેમમાં છોડી મુકતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જૂનાગઢનાં બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નહેરૂ પાર્કમાં આજે એક મગર આવી ચડી હતી. વિસ્તારનાં લોકોને મગર હોવાની જાણ થતા લોકોમાં ડર ફેલાય ગયો હતો.

આ અંગે મનપાનાં કર્મચારી નિતીનભાઇ પાનેરીએ જણાવ્યું હતું કે,મગર હોવાની જાણ થતા સક્કરબાગના અધિકારીને જાણ કરી હતી,જેના પગલે રેસ્ક્યુ ટીમ દોડી આવી હતી અને અડધી કલાક જહેમત બાદ મગરને પકડી લીધી હતી અને બાદ હસ્નાપુર ડેમમાં છોડી મુકવામાં આવી હતી. આ મગર ચાર વર્ષની હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

અજાબ-શેરગઢ રોડ પર મગરનું રેસ્ક્યૂ


કેશોદ પંથકના અજાબ ગામે શેરગઢ રોડ પર રાત્રીના સમયે અચાનક જ મગર આવી ચઢી હતી અને વનવિભાગને જાણ કરતા ટ્રેકરટીમના અભયભાઈ વ્યાસ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને રેસ્ક્યુ કરી 4 ફૂટની લંબાઈ ધરાવતી મગરને પકડી લેવાઈ હતી અને આરએફઓ ફળદુ અને રાઉન્ડ ફોરેસ્ટર કોડિયાતરની સૂચના આપવામાં આવતા આ મગરને મઘુવંતી નદી પર આવેલ માલણકા ડેમમાં છોડી મુકવામાં આવી હતી

સક્કરબાગ રેસ્ક્યૂ ટીમે મગરને પકડી પાડી હસ્નાપુર ડેમમાં છોડી મુકવામાં આવ્યો

છોડી મુકવામાં આવી હતી. આ મગર ચાર વર્ષની હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
અન્ય સમાચારો પણ છે...