તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માળિયા, માણાવદર, ચોરવાડ, બાંટવા, વંથલીમાં 32 સામે ગુનો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસના સંક્રમણને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે તેમ છતાં અમુક લોકો કામ વિનાજ બહાર નીકળી રહ્યાં હોય જેથી પોલીસે તેમના વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે અને સોરઠમાં વધુ 32 શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.કોરોના વાઇરસને લઈ લોકડાઉન જાહેર કરાયું હોય છતાં અમુક લોકો કોઈ કારણ વિનાજ બહાર નીકળી રહ્યાં હોય જેથી પોલીસે લાલ આંખ કરી છે.અને ભેંસાણમાં 2,કેશોદ 1,વંથલી 2,માણાવદર 4,બાંટવા 3,માંગરોળ 4,શીલ 2,ચોરવાડ 3,માળીયા 9 અને માંગરોળમાં 2 શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે,કે બે દિવસ પહેલા પણ સોરઠ પંથકના વિવિધ વિસ્તારોમાં 70 શખ્સ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી.હજુ પણ કોઈ કામ વિના બહાર નિકળનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...