તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઈરસ ઈમ્પેક્ટ: ટૂર્નામેન્ટ રદ; લીગ,ક્લબ અને ખેલાડીઓ આર્થિક મદદ કરી રહ્યાં છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મદદ: ક્લબ એએસ રોમાએ 3.8 કરોડનું ફંડ ભેગું કર્યું

લંડન/બાર્સેલોના| કોરોના વાઈરસના કારણે સમગ્ર વિશ્વમાં ટૂર્નામેન્ટ રદ કે સ્થગિત થઈ રહી છે. આ કારણે નુકસાન પણ થઈ રહ્યું છે. તેથી વિવિધ રમતોની લીગ, ક્લબ, ખેલાડીઓ આર્થિક મદદ કરી રહ્યાં છે.

સમસ્યા: ઈંગ્લેન્ડ બોર્ડે મે સુધી ક્રિકેટ ટૂર્ના. સ્થગિત

{ ઈટાલીની ફૂટબોલ ક્લબ એએસ રોમાના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફે પોતાનો એક દિવસનો પગાર દાનમાં આપ્યો છે. ક્લબે આમ 3.8 કરોડનું ફંડ ભેગું કર્યું. ક્લબે 3 આઈસીયુ વેન્ટિલેટર અને 8 નવા ઈન્ટેન્સિવ કેર બેડ રોમના એક હોસ્પિટલને આપ્યા છે.{ ઈંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ અને માન્ચેસ્ટર સિટીએ ફૂડ બેંક માટે 88 લાખ રૂપિયા દાનમાં આપ્યા. જ્યારે એનબીએ દ્વારા ગ્લોબલ કેમ્પેન લોન્ચ કરાયું. કેમ્પેન થકી ફંડ ભેગું કરવામાં આવશે.

{ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ 28 મે સુધી દેશમાં પ્રોફેશનલ ક્રિકેટ સ્થગિત કરવાનો નિર્ણય લીધો. આ સાથે ઈંગ્લિશ ક્રિકેટની આગામી સિઝન પણ મોડી શરૂ થશે. આ દરમિયાન બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને થૉમસ અને ઉબેર કપ 3 મહિના માટે સ્થગિત કર્યા. આ પુરુષ અને મહિલા ટીમ ચેમ્પિયનશિપ 16થી24 મે સુધી ડેન્માર્કમાં યોજાવાની હતી.- ચીનના ફૂટબોલ સ્ટાર વુ લેઈનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો.

_photocaption_એક્ટર ઈદરિસ એલ્બાના પોઝિટિવ આવ્યા બાદ ફોર્મ્યૂલા-1 રેસર લુઈસ હેમિલ્ટને સેલ્ફ આઈસોલેશનમાં જવાનો નિર્ણય કર્યો. બંને એક કાર્યક્રમમાં સાથે હતા.*photocaption*
અન્ય સમાચારો પણ છે...