લોકડાઉનનો સદઉપયોગ કરાવવા કોરોના કિલર સ્પર્ધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનના 21 દિવસ ઘરમાં જ પસાર કરી શકાય અને મનોરંજનની સાથે પ્રોત્સાહન મળી રહે તે માટે સાબરકાંઠા પોલીસ દ્વારા હું કોરોના કિલર છું નામની સ્પર્ધા શરૂ કરાઇ છે. જેમાં મહિલાઓ પુરુષો બાળકો તેમનામાં રહેલા કૌશલ્યની અભિવ્યક્તિ પણ કરી શકશે અને પ્રોત્સાહક ઇનામ પણ મેળવી શકશે.

ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું કે લોકડાઉન દરમિયાન નાગરિકો તેમની આવડતનો બેથી ત્રણ મિનિટનો વિડીયો બનાવી વોટ્સએપ નંબર 6359626891 પર મોકલવાનો રહેશે અને ડેઇલી પુરસ્કાર જીતવાનો પણ મોકો મળશે. જેમાં ડાન્સિંગ, સિગિંગ, પેઇન્ટિંગ, હેલ્પીંગ હેન્ડ, કુકિંગ કિંગ એન્ડ કવીન, યોગા ચેલેન્જ, ફિટનેસ ચેલેન્જ નો સમાવેશ થાય છે. બાળકો કોરોના કોન્સેપ્ટ વાળું ચિત્ર બનાવી શકે છે. દરેક પ્રતિયોગીતામાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલા વિજેતાઓને પુરસ્કાર અપાશે.

બેથી 3 મિનિટનો વીડિયો બનાવી મોકલવાનો રહેશે

મહિલા પુરુષ બાળકો બે કેટેગરીમાં ભાગ લઇ શકશે

અન્ય સમાચારો પણ છે...