વેરાવળમાં લોકડાઉનની અમલવારીને લઇ સીસીટીવીથી સતત મોનીટરીંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને ટાળવા માટે ગીર સોમનાથ લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારે જ ગીર-સોમનાથ વહીવટી તંત્ર તેમજ પોલીસ દ્વારા કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. અને અત્યાર સુધીમાં 22 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે.

જયારે 63 લોકો સામે અટકાયતી પગલા ભરાયાં છે. આ ઉપરાંત 48 વાહનો ડિટેઇન કરી રૂ.42,700નો દંડ વસુલાયો છે. આ સાથે સીસીટીવી કેમેરાથી 24 કલાક મોનીટરીંગ કરવામાં આવી રહયું છે. અને બિનજરૂરી અવર-જવર કરતાં લોકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ ડિવાયએસપી પરમારે જણાવ્યું હતું.

48 વાહન ડિટેઇન , 22 સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

સેવાભાવીઓએ 3200 ફુડ પેકેટનું વિતરણ કર્યુ

ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉનની કડક અમલવારી થઇ રહી છે. અને દુકાનો પણ સજ્જડ બંધ છે. ત્યારે જ આ સ્થિતિમાં જરૂરીયાત મંદ લોકોને રાશન સહિતની વસ્તુઓ મળી રહે તે માટે સેવાભાવી લોકોનાં સહયોગથી 3200 ફુડ પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાશનકીટ પણ અપાઇ હતી.

કેશોદમાં શ્રમિકોને વતન પહોંચાડવા વ્યવસ્થા કરાઇ

કેશોદનાં ગ્રામ્ય વિસ્તારોમાં બહારથી મજુરો આવેલ હોય પરંતુ લોકડાઉન થતાં તે આ વિસ્તારમાં અટવાય ગયા હતા. જેથી આ લોકોને પોતાના વતન પહોંચાડવા માટે 17 એસટીબસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને 836 જેટલા શ્રમિકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન કરાવી સાથે ફુડ પેકેટ આપવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...