તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહુમતી પરીક્ષણ પૂર્વે સીએમ કમલનાથે રાજીનામું આપ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશમાં 17 દિવસથી ચાલતાં રાજકીય ડ્રામાનો અંત આવ્યો. સુપ્રીમકોર્ટના આદેશ પર વિધાનસભામાં બહુમત પરીક્ષણ માટે નક્કી સમયમર્યાદાથી 4:30 કલાક પહેલાં જ મુખ્યમંત્રી કમલનાથે રાજીનામું આપી દીધું. કમલનાથ બપોરે મીડિયા સમક્ષ આવ્યા. તેમણે 15 મહિનાના કાર્યકાળમાં રામપથગમન, સીતા મંદિર અને ગૌશાળા

...અનુસંધાન પાના નં. 12

વિધાનસભાની સ્થિતિ

કુલ બેઠક230

વર્તમાન સભ્ય સંખ્યા 206

(બે ખાલી, 22નાં રાજીનામાં)

સિંધિયાએ કહ્યું - આ પ્રજાની જીત છે

ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટિ્વટ કરી કે મધ્યપ્રદેશમાં આજે પ્રજાની જીત થઈ છે. પ્રદેશ સરકાર સેવાના રસ્તેથી ભટકી ગઈ હતી. સત્યનો ફરી વિજય થયો છે. સત્યમેવ જયતે.

ભાજપના MLA કોલનું રાજીનામું ફગાવાયું, ત્રિપાઠીની ગુલાંટ

ભાજપમાં CM મુદ્દે માથાકૂટ, તોમરે કહ્યું - હાઈકમાન્ડ નિર્ણય લેશે

{ વિધાનસભા સચિવાલયે જણાવ્યું કે ભાજપ ધારાસભ્ય શરદ કોલનું ધારાસભ્ય પદથી 10 દિવસ પહેલાં આપેલું રાજીનામું નકારી કાઢવામાં આવ્યું છે.

{ એક અન્ય ભાજપ ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ ગુલાંટ મારતાં પાર્ટી પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરી.

{ પ્રદેશના એડિશલ એટર્ની જનરલ સુનીલ ફર્નાન્ડિઝે સરકાર પડી જતાની સાથે જ રાજીનામું આપી દીધું છે.

બહુમત જરૂરી 104 કોંગ્રેસ 92

ભાજપ 107 બસપા 3

સપા 1 અન્ય 3
અન્ય સમાચારો પણ છે...