તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાજોદમાં એક સમયે નીચે પડી મૃત્યુ પામતા ચકલીના બચ્ચા આજે ગામમાં ચહેકી રહ્યાં છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચકલી એ એવુ પક્ષી છે જે માનવ વસાહતની વચ્ચે તેના ઘરમાં જ માળો બનાવી રહે છે. માનવ વસાહતમાં તે પોતાની જાતને સુરક્ષીત મહેસુસ કરે છે. પરંતુ આ ચકલીઓ થોડા સમય પહેલા ધીમે ધીમે લુપ્ત થવાને આરે હતી. ચકલીને બચાવવા માટે અનેક ઝુંબેશો પણ ચલાવવામાં આવી હતી. આવા સમયે માણાવદર તાલુકાના પાજોદ ગામના ચકલી પ્રેમી ખેડૂતે ચકલીઓના માળા બનાવી ગામમાં લગાવવાનું શરૂ કર્યું. આ ઝુંબેશ શરૂ કરનાર ખેડૂત રમેશભાઇ રતીલાલ કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે, માળા ન હોવાના લીધે ચકલીઓ જ્યાં-ત્યાં માળા બનાવી રહેતી હતી. પરીણામે અવાર નવાર તેના નાના-નાના બચ્ચા નીચે પડી જતા મૃત્યુ પામતા હતા. આ જોઇ તેઓને ચકલીના માળા બનાવવાનો વિચાર આવ્યો. તેઓ છેલ્લા 9 વર્ષથી આ અભિયાન ચલાવે છે અને અત્યાર સુધીમાં આશરે 14 હજારથી વધુ માળા બનાવી વિતરણ કર્યું છે. આ કામમાં તેના પરીવારજનો પણ તેનો ઉત્સાહભેર સાથ આપે છે. ચકલીઓના ઘર પ્લાસ્ટિક, પુઠ્ઠા અને લાકડામાંથી તેઓ બનાવે છે આ ઉપરાંત કબુતર માટે 250 જેટલી ટોપલીઓ પણ મુકવામાં આવી છે. ગ્રામજનોના સહયોગથી શરૂ કરેલ આ કાર્યથી હાલ પાજોદ ગામમાં મોટી સંખ્યામાં ચકલીઓ, કબુતર, પોપટ સહિતના પક્ષીઓ જોવા મળી રહ્યા છે. હાલ આ ગામના દરેક ઘરમાં ચકલીના માળા લટકાવેલા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...