કેનેડામાં લૉકડાઉન ભંગ કર્યો તો 50 હજાર ડોલરનો દંડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના તબીબ દર્શન શાહની દીકરી આસ્થા શાહ હાલ કેનેડામાં છે. વર્તમાન પરિસ્થિતિ દરમિયાન ત્યાંની સરકારે કેવા પ્રકારના પગલાં લીધા અને ત્યાંની પ્રજા કેવી રીતે પોતાનું ધ્યાન રાખી રહી છે તેની કેટલીક વાતો તેણે પોતાના જ શબ્દોમાં ‘દિવ્ય ભાસ્કર’ માટે લખી છે જે અહીં પ્રસ્તુત છે.”

“હું નવેમ્બર 2019માં કેનેડામાં આવેલા વેંકૂવરમાં લગ્ન કરીને આવી. વિચાર્યું હતું ફેબ્રુઆરી-માર્ચમાં થોડીક ઠંડી ઓછી થશે એટલે આખું કેનેડા ફરી લઈશ, પણ અત્યારે મારા ઘરમાં ફરું છું. Lock down. હું જ્યાં રહું છું તે બ્રિટિશ કોલમ્બિયા સ્ટેટમાં 892 કેસ છે. જ્યારે આખા કેનેડામાં ટોટલ 4743 કેસ અને 55 ડેથ છે. બીજા બધા દેશો કરતા ઘણી સારી હાલત છે. એ માટે અહીંની સરકાર અને લોકોનો ચોક્કસ પણે ફાળો છે.

સરકારે આને લગતા ખૂબ કડક કાયદાઓ અમલમાં મૂક્યા છે અને તે જરૂરી પણ છે આવી પરિસ્થિતિમાંથી લોકોને બહાર લાવવા માટે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉન માટે દંડ રાખ્યા છે. 100 ડોલરથી લઈને 50,000 ડોલર સુધીના. અમે પંદર વીસ-દિવસથી લોકડાઉનમાં છીએ અને અહીંયા લોકડાઉન ડિક્લેર થયું એની પહેલાથી પ્રિકોશન રૂપે અમે વગર કારણે ઘરની બહાર જવાનું બંધ કર્યું હતું. લોકો અહીંયા લોકડાઉનને સારી રીતે અમલમાં મૂકે છે. એટલે પરિસ્થિતિ કાબૂમાં છે.

સરકારે જરૂરિયાતમંદો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે. પૈસા, જમવાનું, આશરો, ચિકિત્સ, ઇન્ટરનેટ બધું ફ્રીમાં આપે છે. રેગ્યુલર tax payers માટે tax return date લંબાવી છે. જેથી લોકોને રાહત મળી છે. બસ ખાલી ચિંતા એટલી જ રહે છે કે પાલનપુરમાં રહેતા શહેરના લોકો, મિત્રો બધા સ્વસ્થ રહે. દિવસમાં ત્રણ-ચાર વાર ફોન કરીને વિડીયો કોલ કરીને બધાની સાથે વાતો કરું છું જેથી મારા મનને શાંતિ મળે. હું એવા પરિવારમાંથી છું જ્યાં બધા ડોક્ટર છે અને અત્યારે આ બધાં ડોક્ટર જે રીતે સમાજ માટે કામ કરે છે એ ખુબજ સરાહનિય છે. લોકોને એટલું જ કહીશ કે સરકારને સાથ સહકાર આપો આપણા બધા માટે સારુ છે. અહીંની સરકાર પણ એ જ બધું કરી રહી છે જે ભારત સરકાર કરે છે. ફરક એ છે કે અહીંના લોકો લોકડાઉનને સમજે છે અને ઘરે રહે છે. ઘરે રહો. 21 દિવસ ઘરે રહેવાથી તમને તમારી આખી જિંદગી મળતી હોય તો કેમ ન રહેવું?

અહીંયા લોકો સંગ્રહ નથી કરતા જેના લીધે હજી સુધી કોઈપણ પ્રકારના જીવન જરૂરિયાતની વસ્તુનો અભાવ નથી થયો. બધી વસ્તુઓ મળી રહે છે. એનું સરકારે બરાબર ધ્યાન રાખ્યું છે. કોરોના શું છે એનું dissection કરવાની આપણે જરૂર નથી એ doctors એમનું કામ બરાબર કરે છે આપણે ખાલી આપણને જે સરકાર દ્વારા સલાહ મળે છે એનું પાલન કરવાની જરૂર છે (whatsapp ઉપર ફોરવર્ડ થતી બિનજરૂરી સલાહ નહીં) એવા કોઈ ખોટા વહેમમાં નથી રહેવાનું કે મને તો કંઈ ન થાય, આવા હજારો કોરોના જોયા’. આ જે રીતે ફેલાઈ રહ્યું છે એ રીતે એનો થોડોક ડર હોવો પણ જરૂરી છે. અત્યારે વિશ્વભરમાં કોરોના એ કહેર મચાવેલો છે એમાંથી આપણે બધા પસાર થઈ રહ્યા છીએ. કોરોના કોઈ અમીર-ગરીબ કાંઈ જોતું નથી પ્રિન્સ ચાર્લ્સ પણ પોઝિટિવ છે તો ચંદુ ચા વાળો પણ સપડાયો છે.

_photocaption_આસ્થા શાહ*photocaption*
અન્ય સમાચારો પણ છે...