તાલાલામાં ભારે પવનથી ખાખડીઓ ખરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલાલા સહિત ગીર પંથકમાં કેસર કેરીનો પાક આંબાઓમાં તૈયાર થઇ રહયો હોય છેલ્લા ચાર દિવસથી બગડેલા વાતાવરણ સાથે ભારે ગતીથી પવન ફુંકાતા ખાખડી (નાની કેરી) પુષ્કળ પ્રમાણમાં આંબાઓમાંથી ખરી પડતા ખેડુતોને નુકશાની થઇ રહી છે. સાથે લોકડાઉનની સ્થિતિ હોય તાલાલાથી બહાર તંત્ર દ્વારા ખાખડી વેંચવા જવાનીના પાડતા માલનો ભરાવો થવાથી આઠ દિવસ પહેલા 200 રૂપિયે કિલો વેંચાતી ખાખડીનો ભાવ 20 રૂપિયા કિલો થઇ ગયો હોય ખેડુતોને ભારે આર્થિક ફાંકો પડી રહયો છે. તાલાલા વહીવટીતંત્ર ખેડુતોને ખાખડી તાલાલાથી બહાર ગામ વેંચવા જવા જરૂરી મંજુરી આપે તેવી ખેડુતોમાંથી માંગ ઉઠી છે.

છેલ્લા ચાર દિવસથી ભારે પવનથી ખાખડીઓનાં ઢગલા થતાં ખેડૂતોની મુશ્કેલી વધી

કેસર કેરીનાં પાકમાં ઇયળ, થ્રીપ્સ જેવા રોગ દેખાતા હોય કેરીનાં પાક સાથે બાગાયતી પાકો કેળા, બોર, ચીકુ, દાડમમાં પણ દવાના છંટકાવની જરૂરીયાત હોય ખેડુતોનો પાક સંપુર્ણ નાશ રોગથી થઇ જાય તે પહેલા તંત્ર તાલાલામાં જંતુનાશક દવાનાં એગ્રોને દરરોજ બે કલાક ખોલી ખેડુતોને દવા પુરી પાડી શકે તે વ્યવસ્થા કરવા ખેડુતોમાંથી માંગ ઉઠી છે.} જીતેન્દ્ર માંડવીયા

જંતુનાશક દવાનાં એગ્રો સેન્ટર દરરોજ 2 કલાક શરૂ કરાવો
અન્ય સમાચારો પણ છે...