બ્રિટનના PM બોરિસ જોનસન અને આરોગ્ય મંત્રી પણ કોરોના પોઝિટિવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લંડન ‌| બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન અને આરોગ્ય મંત્રી મેટ હેનકાક શુક્રવારે કોરોના પોઝિટિવ જણાયા. બંને આઇસોલેશનમાં છે. બોરિસે કહ્યું કે કોરોના સામેની લડાઇ માટે તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારનું કામ સંભાળશે. બોરિસ બે અઠવાડિયા અગાઉ એક વીડિયોમાં કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે હાથ મિલાવતા દેખાયા હતા. બ્રિટનના મહારાણીના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ પહેલેથી કોરોના પોઝિટિવ જણાયા છે. તેઓ સ્કોટલેન્ડમાં આઇસોલેશનમાં છે.


અમેરિકામાં કોરોનાના દર્દીઓ હવે વિશ્વમાં સૌથી વધુ

દર્દીઓની દ્રષ્ટિએ અમેરિકા ચીનને પાછળ છોડીને કોરોનાનું કેન્દ્ર બની ગયું છે. અમેરિકામાં 85,749 લોકો ચેપગ્રસ્ત થઇ ચૂક્યા છે જ્યારે ચીનમાં આ આંકડો 81,340 છે. અમેરિકામાં 1,304 લોકોના મોત થઇ ચૂક્યા છે. વૈશ્વિક મહાસત્તા ગણાતું અમેરિકા હાલ માસ્ક અને ડૉક્ટર્સના સુરક્ષા ઉપકરણો તથા ગંભીર દર્દીઓનો જીવ બચાવતા વેન્ટિલેટરની તીવ્ર અછત સામે ઝઝૂમી રહ્યું છે.

આઇસોલેશનમાં વીડિયો કોન્ફરન્સિંગથી ચાલશે બ્રિટન
અન્ય સમાચારો પણ છે...