બ.કાં., મહેસાણાના 10 તાલુકામાં માવઠું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાન સાથે દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં કમોસમના વરસાદી વાદળો ચડી આવ્યા હતા. દિવસ દરમિયાન પ્રતિ કલાકે 30 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાતાં ધૂળની ડમરીઓ ઉડી હતી.

બનાસકાંઠાના પાલનપુર, વાવ, થરાદ, ધાનેરા, લાખણી, સુઇગામ અને દિયોદર તેમજ પાટણ જિલ્લાના પાટણ અને રાધનપુર સાથે મહેસાણા પંથકમાં ઝરમરીયાથી માંડી રસ્તાઓ ભિંજાય તેવું માવઠું થયું હતું. જે વિસ્તારોમાં માવઠું થયું છે તે વિસ્તારના ખેતી પાકોને નુકશાન થવાની ખેડૂતો ભિતી સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...