તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઈપીએલ રદ થાય તો બીસીસીઆઈને 4 હજાર કરોડથી વધુનું નુકસાન થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

{ 1999માં બેનર્જી ભારતીય ટીમના ટેક્નિકલ ડિરેક્ટર હતા

ફૂટબોલ ખેલાડી પીકે બેનર્જીનું શુક્રવારે 83 વર્ષની વયે નિધન થયું. સ્ટ્રાઈકર બેનર્જી 1962 એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ ટીમમાં સામેલ હતા. ફિફાએ તેમને 20મી સદીના ભારતના સૌથી મહાન ખેલાડી ગણાવ્યા હતા. 2004માં તેમને ઓર્ડર ઓફ મેરિટ પણ અપાયો. 10 વર્ષ સુધી નેશનલ કોચ રહેલા બેનર્જી 1999માં ભારતીય ટીમના ટેક્નિકલ ડિરેક્ટર હતા. 1 મેના સૈફ કપ ફાઈનલ અગાઉ કોલકાતામાં રહેતા તેમના એક સંબંધીની તબિયત લથડ્યાની જાણ થઈ હતી. ડૉક્ટરોએ સંબંધીઓને મુંબઈ જઈ કેન્સરનો ટેસ્ટ કરાવવા કહ્યું. પરંતુ તે સમયે બેનર્જી ઘરે ના ગયા અને રૂમમાં રોતા રહ્યાં. ટીમે ફાઈનલ મેચ જીતી તે પછી જ બેનર્જી પોતાના સંબંધીને મળવા ગયા હતા.

બોર્ડને બ્રૉડકાસ્ટરથી એક સિઝનના 3 હજાર 269 કરોડ મળે છે

{ એક મેચ માટે 55 કરોડ મળે છે: આઈપીએલના બ્રૉડકાસ્ટિંગ રાઈટ્સ 5 વર્ષ માટે 16347.5 કરોડમાં ખરીદાયા હતા. 1 મેચ માટે 55 કરોડ એટલે દરેક બોલના બોર્ડને 23.3 લાખ મળે છે.

{ પટિયાલામાં નીરજને અલગ રાખવામાં આવ્યો

એજન્સી | નવી દિલ્હી/લંડન/ન્યૂયોર્ક

જેવલિન ખેલાડી નીરજ ચોપરાને સાઈએ 14 દિવસ માટે પટિયાલામાં પોતાને સેલ્ફ આઈસોલેશનમાં રહેવા જણાવ્યું છે. નીરજ અ્ને રોહિત યાદવ તાજેતરમાં તૂર્કીથી ટ્રેનિંગ બાદ પરત ફર્યા છે. નીરજ અને રોહિતને અન્ય ખેલાડીઓથી અલગ રાખવામાં આવ્યો છે. તેમના રૂમ પાસે જ જીમની સુવિધા છે. જ્યારે જેવલિન થ્રો ખેલાડી શિવપાલ દ.આફ્રિકાથી ટ્રેનિંગ બાદ પરત ફર્યો છેય શિવપાલે પોતાને ઘરમાં આઈસોલેટ રાખવાનો નિર્ણય કર્યો છે.

બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ 23 માર્ચ સુધી ઓફિસ બંધ કરી. 24થી29 માર્ચ સુધી દિલ્હીમાં યોજાનાર ઈન્ડિયા ઓપનને અગાઉ રદ કરવાની જાહેરાત કરાઈ હતી.

પવન અને વિનયની માતા પુત્રના મૃતદેહની રાહ જોતી રહી

નવી દિલ્હી | ભાસ્કર ન્યૂઝ

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપાયા. તિહાર જેલથી અમુક કિ.મી.ના અંતે આવેલી રવિદાસ કોલોનીમાં પવન અને વિનયના ઘર આવેલા છે. તેમને ફાસી અપાતા બંનેની માતાને આઘાત લાગ્યો હતો. સવારથી જ બંને પોતાના દીકરાઓના મૃતદેહની રાહ જોઈ ઘરની બહાર જ બેઠી રહી. વિનયની માતા શાંતિથી બેઠી હતી અને લોકોની વાતો સાંભળતી, આ ઉપરાંત તે આકાશ તરફ જોઈ રડતી રહેતી હતી. લોકો પવનની માતાને શાંતવના પાઠવવા પહોંચ્યા હતા. તેમની પાસે રહેલી એક મહિલાએ ટીવી ચેનલોની ભીડ જોઈ કહ્યું કે,‘આટલા વર્ષો સુધી કોઈ અમાદા દુ:ખ જાણવા ના આવ્યા અને હવે કેમ આવી રહ્યાં છો?’ જે પછી બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નિર્ભયા ગેંગરેપ કેસમાં 6 આરોપીમાંથી સગીર આરોપી સહિત 4 આ જ વિસ્તારના હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસ તૈનાત હતી. વસ્તીમાં રહેલા એક 60 વર્ષીય વ્યક્તિએ જણાવ્યું કે,‘લોકો ઘણા ગુસ્સામાં છે. અહીં સવારથી જ ટીવી ચેનલોની વેન આવી ચૂકી છે. મને ડર છે કે ક્યાંક લોકો લડવા ના લાગે.’ એક મહિલાએ જણાવ્યું કે, જે લોકોએ ગુનો કર્યો તેમને તો સજા મળવાની જ હતી, પરંતુ તેમના પરિવારજનોના દુ:ખ અંગે કોઈને પડી નથી.

ઈન્દોર: ઊધઈ દૂર કરવા પેસ્ટ કન્ટ્રોલ કરાવ્યું, બાજુના રૂમમાં AC ચાલુ કરી દીકરી સાથે સૂઈ ગઈ મહિલા, ઝેરી ગેસથી બંનેનાં મોત

ભાસ્કર ન્યૂઝ | ઈન્દોર

મધ્યપ્રદેશના ઈન્દોરમાં રેડીમેડ ગારમેન્ટના વેપારીના પરિવારમાં એક દુર્ઘટના ઘટી. પરિવારે એક રૂમમાં રહેલી ઊધઈની સમસ્યાનો અંત લાવવા પેસ્ટ કન્ટ્રોલ કરાવ્યું અને તે રૂમ બંધ કરી દીધો. બીજા દિવસે વેપારીની પત્ની 2.5 વર્ષની દીકરી સાથે બાજુના રૂમમાં એસી ચાલુ કરી સૂઈ ગઈ. દરવાજાની નીચે રહેલા ગેપથી કેમિકલથી ઝેરી ગેસ બંનેના શરીરમાં ભળતી રહી અને બંનેનું મૃત્યું થયું. અન્ય રૂમમાં સુતા મહિલાના પતિ અને તેમના દિયર-દેરાણીની સ્થિતિ ગંભીર છે.

35 વર્ષીય રેશ્મા શેખ અને તેમની 2.5 વર્ષની દીકરી આયશાનું મોત થયું. રેશ્માના પતિ શાદાબ (38), દિયર ઈરફાન (30) અને દેરાણી શાઈના (28) હોસ્પિટલમાં દાખલ છે. ઈરફાને જણાવ્યું કે, બીજા માળે રહેલા ફર્નિચરમાં ઊધઈની સમસ્યા હતી. જેને દૂર કરવા 2 દિવસ અગાઉ પેસ્ટ કન્ટ્રોલ કરાવ્યા બાદ તે રૂમ બંધ કરી દેવામાં આવ્યો હતો.

એલર્ટ રહેવું જોઈએ: ડૉક્ટર્સે સલાહ આપી કે પેસ્ટ કન્ટ્રોલમાં ઝેર હોય છે. જે રૂમમાં પેસ્ટ કન્ટ્રોલ કરવો તેમાં 3-4 સુધી જાવ નહીં. તેને ખુલ્લો છોડી દો.

ઝારખંડ: હૃદયના દર્દીને કોરોના શંકાસ્પદ સમજી પ્રવાસીઓએ ટ્રેનમાંથી ઉતાર્યો, મોત

ધનબાદ| ધનબાદમાં કોલકાતા-જમ્મૂતાવી એક્સપ્રેસથી આઝમગઢ જઈ રહેલા બૃજભાન યાદવ(52) બીમાર હતા. ખાંસી હોવાથી અન્ય પ્રવાસીઓ તેમને કોરોનાના પ્રવાસીઓ સમજી બેઠા અને ગોમો સ્ટેશન પર જ તેમને બળજબરીપૂર્વક ઉતારી દીધા. એક કલાક બાદ સ્ટેશન પર જ તેમનું નિધન થયું. મૃતકના ભત્રીજા સુનીલે જણાવ્યું કે, કાકાને હૃદયની બીમારી હતી અને તેમની સારવાર ચાલી રહી હતી. ટ્રેનમાં વારંવાર ખાંસવાના કારણે પ્રવાસીઓએ વિરોધ વ્યક્ત કર્યો. તે લોકોને સમજાવતો રહ્યો પરંતુ લોકોએ તેમને ટ્રેનમાંથી ઉતારી દીધા.

નિર્ભયાને ન્યાય

પવન કુમાર | નવી દિલ્હી

નિર્ભયા મામલે ચારેય દોષીને શુક્રવાર સવારે 5 કલાક અને 10 મિનિટે ફાંસીના માચડે લઈ જવામાં આવ્યા. ફાંસો અપાયાના અમુક સમય બાદ સુધી પવન અને અક્ષય તરફડતા જોવા મળ્યા. જ્યારે વિનય અને મુકેશના શરીર તુરંત જ સ્થિર થઈ ગયા. ફાંસી બાદ પવન-મુકેશના મોઢામાંથી થોડા પ્રમાણમાં લોહી નીકળ્યું. 2ને જલ્લાદે તો 2ને હેડ વૉર્ડરે ફાંસી આપી. ફાંસી આપ્યા બાદ 5.40થી5.45 દરમિયાન ચારેયના મૃતદેહો ઉતારવામાં આવ્યા. સવારે 9 કલાકે શરૂ થઈ પોસ્ટમોર્ટમ શરૂ થયા બાદ કાર્યવાહી બપોરે 1 વાગ્યે પૂર્ણ થઈ. પોસ્ટમોર્ટમ કરનાર ડૉ. બીએન મિશ્રાએ જણાવ્યું કે, ફાંસી આપવાની સ્થિતિમાં ન્યૂરોજેનિક શૉકથી મૃત્યુ થાય છે. જેમાં સર્વાઈકલ વટિબ્રા તૂટી જાય છે અને સ્પાઈનલ કૉડમાં પ્રવેશ કરે છે, આ જ કારણે તાત્કાલિક મૃત્યું થાય છે.

ડેવિડ વોર્નર ‘ધ 100’ લીગમાંથી હટ્યો, 15એપ્રિલ બાદ આઈપીએલ શરૂ થશે તો રમશે

મેલબોર્ન| ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર ઈંગ્લેન્ડમાં યોજાનાર ‘ધ 100’ લીગથી ખસી ગયો છે. તેણે ઝિમ્બાબ્વે પ્રવાસના કારણે લીગથી હટવાનો નિર્ણય કર્યો છે. લીગની મેચો 17 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી થવાની છે. તેને આશરે 1.10 કરોડ રૂપિયામાં ખરીદાયો હતોય વોર્નરના મેનેજર જેમ્સ એર્સકાઈને કહ્યું કે, કોરોના વાઈરસના કારણે વોર્નર લીગથી નથી હટ્યો. તે આઈપીએલમાં રમી શકે છે. જો કોરોના કન્ટ્રોલમાં આવે અને ટૂર્નામેન્ટ 15 એપ્રિલ બાદ શરૂ થશે. વોર્નર સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી આઈપીએલમાં રમી રહ્યો છે.

1960 ઓલિમ્પિકમાં ફ્રાન્સ વિરુદ્ધ ગોલ પણ કર્યો

23 જૂન 1936ના જલપાઈગુડીમાં જન્મેલા બેનર્જી ભાગલા બાદ જમશેદપુર આવી ગયા. તેમણે અહીંથી જ ફૂટબોલ રમવાનો પ્રારંભ કર્યો. બેનર્જીએ ભારત માટે 84 મેચમાં 65 ગોલ કર્યા હતા. 1952માં 16 વર્ષની વયે બિહાર તરફથી સંતોષ ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું. તેઓ 1956માં મેલબોર્ન ઓલિમ્પિક રમનાર ભારતીય ટીમના સભ્ય પણ હતા. ત્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું બતું અને તે ચોથા સ્થાને રહ્યું હતું. તેમણે 1960ના રોમ ઓલિમ્પિકમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું. ત્યારે ફ્રાન્સ વિરુદ્ધ 1-1થી ડ્રો રહેલી મેચમાં બેનર્જીએ ભારત માટે ગોલ કર્યો હતો. 1967માં તેમણે નિવૃત્તિ લીધી. કોચ તરીકે તેમણે 54 ટ્રોફી પણ જીતી. તેમને 1961માં અર્જુન એવોર્ડ અને 1990માં પદ્મ શ્રી એનાયત કરાયો હતો. તેમને 2 દીકરી પાઉલા અને પૂર્ણા પ્રોફેસર છે. 1977માં મોહન બાગાન અને ન્યૂયોર્ક કૉસ્મોસની એક્ઝિબિસન મેચ 2-2 ડ્રો રહી હતી. આ મેચમાં પેલે પણ રમ્યા હતા. બેનર્જી આ સમયે મોહન બાગાનના કોચ હતા. જોકે તેઓ ક્યારેય મોહન બાગાન અને ઈસ્ટ બંગાલ તરફથી રમ્યા નહોતા. તેઓ ઈસ્ટર્ન રેલવે તરફથી રમતા હતા.


રાજસ્થાન: ભીલવાડાની સરહદ સીલ, 21 લોકો આઈસોલેશન વોર્ડમાં

13

ન્યૂઝ બ્રીફ

¾, રાજકોટ, શનિવાર, 21 માર્ચ, 2020

{ સૌથી મોટું નુકસાન બ્રૉડકાસ્ટિંગ રાઈટ્સથી મળનારી રકમનું થશે

ભાસ્કર ન્યૂઝ | મુંબઈ

કોરોના વાઈરસના કારણે સમગ્ર વિશ્વની તમામ ટૂર્નામેન્ટ સ્થગિત થઈ છે કે રદ કરવામાં આવી છે. ટી-20 લીગ આઈપીએલને પણ 15 એપ્રિલ સુધી સ્થનગિત કરવામાં આવી છે. હજુસુધી એ નિશ્ચિત નથી કે આ લોકપ્રિય લીગ થશે કે નહીં. બીસીસીઆઈ અને આઈપીએલની ટીમો હાલ રાહ જોવાના મૂડમાં છે. જો લીગ ના રમાય તો બોર્ડને 4 હજાર કરોડથી વધુનું નુકસાન થશે. જેમાં સૌથી મોટુ નુકસાન બ્રૉડકાસ્ટિંગ રાઈટ્સની રકમ ના મળવાથી થશે.

મુંબઈ| કોરોના વાઈરસના કારણે તમામ સ્પોર્ટ્સ ઈવેન્ટ રદ થઈ ચૂકી છે. ખેલાડીઓ અલગ-અલગ રીતે ટાઈમ પાસ કરી રહ્યાં છે. યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ શમી ટિક-ટૉક વીડિયો બનાવવામાં વ્યસ્ત છે. ઓલરાઉન્ડર હાર્દિક અને કૃણાલ પંડ્યાએ પણ ટિક-ટૉક પર ડાન્સ વીડિયો શેર કર્યો હતો. પૃથ્વી શૉ ઘરે જ ક્રિકેટ રમી રહ્યો છે, રૈના કિચનમાં મદદ કરી રહ્યો છે. આઈસીસી દ્વારા પ્રતિબંધનો સામનો કરના શાકિબ અલ હસન પોતાના ગામમાં છે. વિન્ડીઝનો ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો અને દ.આફ્રિકાનો ડેવિડ મિલ્લર ઘરે ફિટ રહેવા એક્સરસાઈઝ કરી રહ્યાં છે.

ટી-20 લીગ }આઈપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે

2015માં પેલે કોલકાતામાં બેનર્જીને મળ્યા.


તૂર્કીથી પરત ફરેલો જેવલિન થ્રોઅર નીરજ આઈસોલેશનમાં

જન્મ: 23 જૂન, 1936

નિધન: 20 માર્ચ, 2020

તિહાર બહાર ભીડ, વિશેષ ફોર્સ બોલાવવી પડી

18 એપ્રિલથી 4 મે સુધી યોજાનાર સ્નૂકર વર્લ્ડ ચેમ્પિયનશિપને સ્થગિત કરવામાં આવી. હવે તેને જુલાઈ કે ઓગસ્ટમાં કરવામાં આવે તેવી શક્યતા છે.

ન્યૂઝ બ્રીફ

અમેરિકાની બાસ્કેટબોલ લીગ NBAના 5 ખેલાડીઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં લૉસ એન્જિલિસ લેકર્સના 3, ફિલાડેલ્ફિયા 2 ખેલાડી છે.

મ.પ્ર.: ઉજ્જૈનમાં બેન્ડ-સંગીત સહિતના કાર્યક્રમ રદ કરી માસ્ક પહેરી લગ્ન કર્યા

માન્ચેસ્ટર યુનાઈટેડે જણાવ્યું કે, મેચ થવા કે ના થવાની સ્થિતિમાં પણ તે 3000 કેઝ્યુઅલ સ્ટાફને સેલેરી આપશે. ઈંગ્લિશ લીગ 30 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે.

વિનય આખી રાત કાકલૂદી કરતો રહ્યો, કપડાં ના બદલ્યાં

વિનય ગુરુવાર આખી રાત કાકલૂદી કરતો રહ્યો. તે આખી રાત રડ્યો અને ‘મને માફી કરી દો, મારે મરવું નથી’ તેમ કહેતો રહ્યો. ફાંસી અગાઉ તેણે કપડા બદલવાનો પણ ઈન્કાર કરી દીધો. તેણે પોતાનો જે સામાન હોય તે પરિવારજનોને સોંપી દેવા કહ્યું.

જ્યારે સજા થઈ : કોર્ટમાં સજા સંભળાવવામાં આવી તે દિવસથી જ વિનયને મોત સામે દેખાતું હતું. તે રડી રહ્યો હતો.

{ બ્રૉડકાસ્ટ સ્ટારને 3300 કરોડનું નુકસાન: બ્રૉડકાસ્ટર સ્ટારને આશા હતી કે 3300 કરોડ રૂપિયાના ટીવી, ડિજિટલ એડ રેવેન્યૂ જનરેટ કરવાની આશા હતી. તેણે 90 ટકા જાહેરાતના સ્લૉટ તો વેચી દીધા હતા.

મુકેશ પેટભરીને જમ્યો હતો, પેટમાંથી ચાઉમિન નીકળ્યું

પોસ્ટમોર્ટમમાં મુકેશનું પેટ ભરેલું હોવાનું સામે આવ્યું. ગુરુવાર રાતે તેણે ચાઉમિન અને અન્ય વસ્તુઓ ખાધી હતી. બાકી 3 આરોપીઓના પેટ ખાલી હતા. ફાંસી પર જતા સમયે તે અન્ય આરોપીઓની જેમ શાંત જોવા મળ્યો હતો.

જ્યારે સજા થઈ : મુકેશને પ્રારંભથી જ કોઈ ચિંતા નહોતી. સજાના દિવસે કોર્ટમાં તે પોતાના સાથીઓને જોઈ હસી રહ્યો હતો.

{ ફેસબુક સાથે ડિજિટલ રાઈટ્સ અંગે 399 કરોડનો કરાર: બીસીસીઆઈએ ડિજિટલ પ્લેટફોર્મ પર મેચના ટેલિકાસ્ટ માટે ફેસબુક સાથે 399 કરોડનો કરાર કર્યો હતો. ટૂર્નામેન્ટ ના થવા પર બોર્ડને નુકસાન સહન કરવું પડશે.

ફાંસીના 12 કલાક અગાઉ પવને હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો, માથા પર પણ ઈજા કરી

ઈનપુટ: એકનાથ પાઠક

અક્ષય: ખીચડી ખાધી અને આખી રાત જાગતો રહ્યો

અક્ષય પણ આખી રાત સૂઈ શક્યો નહીં. રાતે તેણે ખીચડી ખાધી હતી. તે આખી રાત સેલમાં ફરતો રહ્યો. તે વારંવાર સવાલ કરતો હતો કે- ‘કોર્ટનો કોઈ આદેશ આવ્યો કે નહીં?’

જ્યારે સજા થઈ : ચહેરા પર ડર જોવા મળ્યો હતો. તે રડતા-રડતા કોર્ટમાંથી બહાર નીકળ્યો હતો.

{ ખેલાડીઓને 680 કરોડનું નુકસાન થશે: એક ફ્રેન્ચાઈઝીએ ખેલાડીઓને આપવા માટે 85 કરોડની રકમ મળે છે. આઈપીએલ ના થવા પર 8 ટીમોએ ખેલાડીઓને 680 કરોડ નહીં આપવા પડે.

દ.આફ્રિકા વિરુદ્ધ 2 મેચ રદ થવા પર 120.2 કરોડનું નુકસાન

ઈન્ટરનેશનલ મેચ માટે બીસીસીઆઈને બ્રૉડકાસ્ટિંગથી કરોડોનો નફો થાય છે. દરેક મેચ માટે બોર્ડને 60.1 કરોડ રૂપિયા મળે છે. પરંતુ દ.આફ્રિકા વિરુદ્ધ 2 વન-ડે રદ થવાથી બીસીસીઆઈને 120.2 કરોડનું નુકસાન થયું.

ફ્રી-ટાઈમમાં ભારતીય ક્રિકેટર ટિક-ટૉક પર વ્યસ્ત, વિદેશીઓ એક્સરસાઈઝ કરે છે

સવારે સાડા પાંચ કલાકે 2ને જલ્લાદે તો 2ને હેડ વૉર્ડરે ફાંસી આપી, મૃતદેહ પરિવારજનોને સોંપાયા

ગાવસ્કરે બોર્ડ અધિકારીની ઝાટકણી કાઢી, કહ્યું- શું આ ગરીબોવાળી ટૂર્નામેન્ટ છે

સ્મૃતિ વિશેષ -પૂર્વ ફૂટબોલર કેપ્ટન પીકે બેનર્જીનું નિધન, 1962 એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો

સંબંધીની તબિયત લથડ્યા બાદ પણ બેનર્જી ઘરે ગયા નહોતા, મોહન બાગાન અને ઈસ્ટ બંગાલ તરફથી ક્યારેય ના રમ્યા

કોરોના વાઈરસના જોખમ વચ્ચે ઓલિમ્પિક ફ્લેમ જાપાન પહોંચી

ભૂપેશ મથુરિયા | હિસાર

કોરોના વાઈરસ અંગે 12 વર્ષ સુધીના બાળકોને ઘણા સવાલો થતા હશે. કોરોના શું છે, તે કેવી રીતે ફેલાય છે, કેટલું જોખમી છે અને તેનાથી કેવી રીતે બચી શકાય, લોકો માસ્ક કેમ પહેરે છે? આ મુદ્દે બાળકો વધુ જાણકારી મેળવવા માગતા હોય છે, જોકે માતા-પિતા બાળકોને આ અંગે યોગ્ય રીતે સમજાવી શકતા નથી. એવામાં કેન્દ્ર સરકારે બાળકોને કોરોના વિશે યોગ્ય રીતે સમજાવવા માટે ખાસ કોમિક બુક તૈયાર કરાવડાવી છે. જેનો વિષય છે- બાળકો, વાયુ અને કોરોના: લડાઈ કોણ જીતશે? કાર્ટૂન અને યોગ્ય માહિતી સાથે બાળકો ન માત્ર કોરોના વિશે જાણશે પરંતુ તેનાથી બચવા શુ કરવું જોઈએ અને શું નહીં તેની માહિતી મેળવશે. આ કોમિકને તૈયાર કરવામાં પીજીઆઈ ચંદીગઢ અને પંજાબ યુનિ.એ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સરકારે આ બુકને પીડીએફ ફોર્મેટમાં તમામ સ્કૂલોેને મોકલી છે, જેથી બાળકોને સોશિયલ મીડિયા થકી આ કોમિક બુક મોકલી શકાય.

ભીલવાડા| રાજસ્થાનના ભીલવાડામાં 27 શંકાસ્પદોમાંથી 6ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શુક્રવારે શહેરની સરહદ સીલ કરવામાં આવી. પોઝિટિવ દર્દીમાં 3 ડૉક્ટર અને 3 નર્સિંગ કર્મચારી છે. 21 લોકોને આઈસોલેશન વોર્ડમાં રખાયા છે.

{ ફ્રેન્ચાઈઝીને 2.5થી4 કરોડનું નુકસાન: આઈપીએલ રદ થવા પર ફ્રેન્ચાઈઝીને પ્રતિ મેચ 2.5થી4 કરોડનું નુકસાન થઈ શકે છે. ફ્રેન્ચાઈઝી હોર્ડિંગ્સ, જર્સી પરની જાહેરાત થકી ટીમો આટલી કમાણી કરે છે.

{ ટાઈટલ સ્પૉન્સર પણ 439 કરોડ નહીં આપે: વીવોએ 5 વર્ષ માટે આઈપીએલની ટાઈટલ સ્પોન્સરશિપ 2 હજાર 199 કરોડ રૂપિયામાં મેળવી હતી. એટલે કે એક સિઝનના 439 કરોડ રૂપિયા.

_photocaption_તિહાર જેલ સામે પણ રાતથી લોકોની ભીડ ભેગી થવા લાગી હતી. લોકો રાતે 2 વાગ્યાથી જ અહીં પહોંચવા લાગ્યા હતા. ધીમે-ધીમે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ. કેદીઓની સુરક્ષા અને સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે વિશેષ ફોર્સ બોલાવવા પડી હતી.*photocaption*

સરકાર બાળકોને કોમિક બુક થકી કોરોના વિશે સમજાવશે

ઉજ્જૈન| મધ્ય પ્રદેશના ઉજ્જૈનના વિદ્યાઘર પિંગલેની દીકરી આકૃતિના લગ્ન ગુરુવારે મુંબઈના સિદ્ધેશ કુંભારે કુલકર્ણી સાથે થયા. કોરોનાના કારણે અમુક જ લોકોની હાજરીમાં લગ્ન કર્યા. બેન્ડ, મહિલા સંગીત અને જાન સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા.

જ્યારે સજા થઈ : જે દિવસે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પ્રથમવાર ચારેય દોષીને ફાંસીની સજા સંભળાવવામાં આવી ત્યારે પવન ચિંતિત હતો. તે દિવસે કોર્ટ રૂમમાં જ પવન અન્ય આરોપીઓની સરખામણીએ વધુ ભયભીત જોવા મળી રહ્યો હતો.

ફાંસીના 12 કલાક અગાઉ નિર્ભયા કેસના એક આરોપી પવન ગુપ્તાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોસ્ટમોર્ટમની પ્રારંભિક રિપોર્ટમાં સામે આવ્યું કે તેણે બ્લેડ જેવા ધારદાર હથિયાર વડે ડાબા હાથની નસોને 4-5 સ્થાને કાપવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 2-3 ઘા ઘણા ગંભીર હતા અને ઘણું લોહી વહ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી. ડૉક્ટરોએ તેના માથા પર પણ ધારદાર હથિયારના ઘાના નિશાન મળ્યા. માથામાં એક બાજુ 3 સે.મી. અને બીજી તરફ 6-8 સે.મી. જેટલા ગંભીર ઘા જોવા મળ્યા. પોસ્ટમોર્ટમ દરમિયાન પવનના ગળા અને પેટ પર પણ વિવિધ ભાગ પર ઈજાના નિશાન હતા. તિહાર જેલના સૂત્રોએ જણાવ્યું કે, પવને આત્મહત્યાનો પ્રયાસ કર્યો તો સુરક્ષાકર્મીઓ માંડ તેને નિયંત્રણમાં કરી શક્યા. જે પછી ફાંસી થયા સુધી 8 પોલીસકર્મી તેને ઘેરીને નજર રાખતા રહ્યાં હતા. જોકે ફાંસી માટે જતા સમયે તેણે જરાય વિરોધ કર્યો નહોતો અને ચૂપચાપ ફાંસીએ ચઢી ગયો હતો.

મુંબઈ| IPLની વર્તમાન સિઝન શરૂ નથી થઈ. તાજેતરમાં BCCI અધિકારીએ કહ્યું હતું કે, IPLને મુશ્તાક અલી ટ્રોફીની જેમ યોજાતી જોવા માગતા નથી, જેમાં કોઈ વિદેશી ખેલાડી ના હોય. કોરોના વાઈરસના કારણે વિદેશી ખેલાડીઓ સામેલ થાય તે મુશ્કેલ લાગી રહ્યું છે. આ મુદ્દે સુનીલ ગાવસ્કરે બોર્ડ અધિકારીની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, ‘IPL રમાશે કે નહીં તે કોરોના કેટલી ઝડપથી નિયંત્રણમાં આવશે તેના પર નિર્ભર છે. બોર્ડ અધિકારીએ આવું નિવેદન આપ્યું હોય તો તે અયોગ્ય છે. આ તે ક્રિકેટરનું અપમાન છે જેના નામે આ ટ્રોફી રમાય છે. શું આ ગરીબોની ટૂર્નામેન્ટ છે.’

ટોક્યો| કોરોના વાઈરસના જોખમ વચ્ચે શુક્રવારે ચાર્ટડ ફ્લાઈટથી ઓલિમ્પિક ફ્લેમ જાપાન પહોંચી. મિયાગીના મતશુષિમા એરબેસ પર ટોક્યો ઓલિમ્પિકની આયોજન કમિટીના પ્રમુખ યોશિરો મોરીએ તેનું નેતૃત્વ કર્યું. પૂર્વ ઓલિમ્પિક જૂડો ચેમ્પિયન સાઓરી યોશિદા અને તદાહિરો નોમુરાએ પરંપરાગત કુંડમાં અમુક અધિકારી અને આમંત્રિત મહેમાનો વચ્ચે મશાલ પ્રજ્વલિત કરી. 121 દિવસ સુઘી ચાલનારી મશાલ રિલેનો 26 માર્ચથી ફુકુશિમાથી પ્રારંભ થશે.
અન્ય સમાચારો પણ છે...