તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેસવાણમાં જુના મનદુઃખમાં યુવાન પર ધારિયા વડે હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેશોદ પંથકના મેસવાણ ગામે જુના મનદુઃખમાં યુવાન પર ધારીયા વડે હુમલો થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાઇ હતી. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ,

કેશોદ તાલુકાના મેસવાણ ગામે કરેણી પ્લોટ વિસ્તારમાં રહેતા કનુભાઈ હમીરભાઈ મક્કાને વીરા ભાણા મક્કા સાથે અગાઉનું મનદુઃખ હોય અને કનુભાઈ શાકભાજી લેવા માટે જઈ રહ્યાં હતાં ત્યારે વીરા એ હાથા વગર નો કાતો (ધારીયુ) વડે હુમલો કર્યો હતો તેમજ બીજો ઘા મારવાનો પણ પ્રયાસ કર્યો હતો જો કે આ યુવાને આડો હાથ કરતા તેમને ઈજા પહોંચી હતી.અને હુમલો કરનાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
નોંધાવી હતી. આ અંગેની વધુ તપાસ પો.હે એસ.યુ દલ ચલાવી રહ્યાં છે.આમ નજીવી બાબત માં હુમલો થતા પોલીસે ફરિયાદના આધારે વધુ આગળની તપાસ હાથ ધરી હતી. હાલમાં કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતી છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે માટે પોલીસે સઘન પેટ્રોલીંગ કરી રહી છે. ત્યારે લોકોને શાંતિ જાળવવા અપીલ
કરી છે.

કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ,તપાસ શરૂ
અન્ય સમાચારો પણ છે...