અરણિયાળાની સીમમાં ઘાસ બાળવા મુદ્દે હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેંદરડા પંથકના અરણીયાળા ગામની સીમમાં શેઢા પર ઘાસ બાળવાની દવા છાંટી ઘાસ બાળી નાખવા મુદ્દે બોલાચાલી થયા બાદ એક આધેડને ઢીકાપાટુ નો માર મારવામાં આવ્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ બનાવમાં બે શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની મેંદરડા પોલીસમાંથી મળતી વિગત મુજબ,મેંદરડાના બરવાળા ગામે રહેતા છગનભાઈ ખીમાભાઈ સીબતરાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે, કે તેમને શેઢામાં ઘાસ બાળવા મુદ્દે બોલચાલી થઈ હતી.જેથી શેલેષ મેઘજીએ છગનભાઈને પાવડાની બુધરાટી થી મારમાર્યો હતો તેમજ ઢીકાપાટુ નો માર પણ માર્યો હતો.તેમજ લાલા નામના શખ્સે ખપારી ઉગામી હતી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ બનાવને લઈ છગનભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ બંને શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મારી નાખવાની ધમકી,2 સામે ફરિયાદ
અન્ય સમાચારો પણ છે...