તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદના શેરગઢના યુવાન પર અજાબ ગામે લાકડી વડે હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેશાેદના શેરગઢ ગામના યુવાનને અજાણ્યા શખ્સે અજાબ ગામે રસ્તા પર રાેકી લાકડી વડેે માર મારતાં સરકારી હાેસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાે હતાે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
શેરગઢ ગામના યુવાન ઉદયભાઇ વાલજીભાઇ ડાેબરિયા (ઉ.વ .19) રાજકાેટ ગવર્મેન્ટ પાેલીટેકનીકલ કાેલેજમાં અભ્યાસ કરતાે હતાે જે લાેકડાઉન થતાં પાેતાના વતન શેરગઢ આવ્યાે હતાે. જેને હાલ કાેરાેના વાયરસ પરિસ્થિતી વચ્ચે બહારગામથી આવતાં લાેકાેની મેડિકલ તપાસ કરવાની થતી હાેય તેવી જ રીતે શેરગઢ થી અજાબ પ્રાથમીક આરાેગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ તપાસ કરાવવા જતાે હતાે ત્યારે અજાબ ગામે કાેઇ અજાણ્યા બાઇક ચાલકે રસ્તા વચ્ચે રાેકી લાકડી વડે ઢાેર માર માર્યાે હતાે. તે સમયે આ યુવાને અજાણ્યાે સખ્શ પાેલીસમાં હાેવાનું અનુમાન લગાવી તેનાે સામનાે કરવાનું ટાળ્યું હતું. જાેકે પાેલીસે આ અજાણ્યાે શખ્સ પાેલીસ કે હાેમગાર્ડ કર્મી ન હાેવાનું જણાવ્યું હતું. માર મારવાની ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકે તેના પિતાને વાત કરતાં સરકારી હાેસ્પિટલે ખસેડાયાે હતાે.

_photocaption_યુવાનને સારવારમાં ખસેડાયો.*photocaption*

રાજકાેટથી વતન પરત ફરતાં અજાબ મેડીકલ તપાસમાં જતાે હતો
અન્ય સમાચારો પણ છે...