તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપણી સલામતી માટે કલમ 144

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં કોરોનાની દહેશતના પગલે પોરબંદર જીલ્લામાં 144 કલમ લાગુ પાડી દેવામાં અાવી છે. 31 માર્ચ સુધી 144 ની કલમનો હુકમની અમલવારી કરવાની રહેશે. પોરબંદરમાં અેરપોર્ટ પરથી ઉતરતા વિદેશીઅોના શરીરનું તાપમાનની ચકાસણી કરવામાં અાવી રહી છે ત્યારે 4 વિદેશી લોકોના શરીરના તાપમાન વધુ અાવતા સરકારની ગાઇડલાઇન મુજબ અા ચારેય વિદેશીઅોને સાંદિપની રોડ પર અાવેલા કોરોન્ટાઇન સેન્ટર ખાતે અોબ્ઝર્વેશન હેઠળ રાખવામાં અાવ્યા છે. અા સેન્ટર ખાતે માંગરોળના 2 ડોકટરોને પણ અોબ્ઝર્વેશન હેઠળ રાખવમાં અાવ્યા છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ અેમ. તન્નાઅે ગંભીર ચેપી રોગને ફેલાતો અટકાવવા જાહેરહિતમાં અધિનિયમ-1973 ની કલમ-144 પોરબંદર સમગ્ર જિલ્લામાં લાગુ કરી છે. પોરબંદર અેરપોર્ટ ખાતે અાવતી ફલાઇટોમાંથી ઉતરતા વિદેશીઅોના શરીરનું તાપમાન ચેક કરવામાં અાવી રહ્યુ છે અને જો શરીરમાં તાવનું તાપમાન 99 ડિગ્રીથી વધુ હોય તેવા વિદેશીઅોને સાંદિપની રોડ પર ઉભા કરાયેલા કોરોન્ટાઇન સેન્ટર ખાતે અોબ્ઝર્વેશન હેઠળ રાખવામાં અાવે છે. ત્યારે દુબઇ,બોસ્ટવાના,મોરેસીયશના 2 અેમ કુલ 4 વિદેશીઅોને અા સેન્ટર ખાતે અોબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. માંગરોળના 2 ડોકટરોને પણ અા સેન્ટર ખાતે અોબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. તેમજ જિલ્લા અારોગ્ય અધિકારી અે. જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પેરામેડિકલ ટીમો બનાવવામાં અાવી છે. ગોસા, મીંયાણી, ચાૈટા ચેકપોસ્ટ તેમજ હનુમાનગઢ નજીક પોલીસ બંદોબસ્ત સાથે વાહનનું ચેકીંગ કરી પ્રવાસીઅોના શરીરનું તાપમાનની ચકાસણી કરવામાં અાવી રહી છે.

પોરબંદરના મેડિકલ સ્ટોર્સમાં સેનીટાઈઝરની અછત સર્જાઇ

કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે અા વાયરસની ભીતીના પગલે પોરબંદર શહેરમાં લોકો હાથ ધોવા માટે સેનીટાઈઝરની ખરીદી કરવા લાગતા મેડિકલ સ્ટોર્સમાં તેનો સ્ટોક ખતમ થવા લાગ્યો હતો અને હાલ મેડિકલ સ્ટોરોમાં સેનીટાઈઝરની અછત સર્જાણી છે.

ખાસ જેલમાં મળવા પર નિયંત્રણ મૂકાયું

પોરબંદરમાં કોરોના વાઇરસના સંદર્ભે સરકાર અને આરોગ્ય વિભાગની બંદીવાનોને રૂબરૂ મુલાકાત આપવા બાબતે નિયંત્રણ મુકવામાં આવ્યુ છે. જેથી જેલમાં બંદીવાનોના સગાવાલા/મિત્રો વગેરેએ હાલમાં જેલ પર મુલાકાત માટે જવું નહીં.

રેકડીમાં ખાણીપીણીની વસ્તુ અને ઠંડાપીણા વેચવાની મનાઇ ફરમાવાઇ


કોરોના વાયરસની ભીતીના પગલે અા વાયરસનો ચેપ અન્ય વ્યકિતઅોને ન લાગે તે માટે વહીવટી અને નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં અાવ્યો છે, જેમાં શહેરમાં ખાણીપીણીની લારીઅો અને શેરડીના રસ-ચીચોડા તેમજ અન્ય પ્રકારના ઠંડાપીણાને વેચવા પર પ્રતિબંધ ફરમાવવામાં અાવ્યો છે. ઉપરાંત ખાંભોદર ગામે પણ ગામના સરપંચ દ્વારા દુકાનો પર ઠંડાપીણાના વેચાણની મનાઇ કરવામાં અાવી હતી.


ફિઝીશ્યન વિહોણી સિવીલ હોસ્પિટલમાં ખાનગી ફિઝીશ્યનની સેવા લેવામાં અાવે તેવી માંગ

પોરબંદર જીલ્લાની અેકમાત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ઘણા વખતથી ફિઝીશ્યનની જગ્યા ખાલી છે. હાલ કોરોના વાયરસની દહેશતના પગલે અનેક દર્દીઅો ખાનગી હોસ્પીટલોમાં પણ જતા હોય છે અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાઇ તો સરકારી હોસ્પીટલમાં મોકલી અાપે છે. પોરબંદરની સિવીલ હોસ્પીટલમાં ફિઝીશ્યન નથી ત્યારે અા મહામારી અેવા કોરોનાની ભીતીને ધ્યાને લઇ અા સરકારી હોસ્પિટલ ખાતે ખાનગી ફિઝીશ્યનની સેવા લેવામાં અાવે તેવી માંગ સામાજીક કાર્યકરે કરી છે.

22 માર્ચે રેલ્વે અને ST બસ થંભી જશે

ભારતના વડાપ્રધાને અાગામી તા.22 માર્ચ રવિવારના રોજ જનતા કર્ફયૂનો અનુરોધ કર્યો છે ત્યારે પોરબંદરથી ઉપડતી લોકલ રૂટની ટ્રેન તેમજ એસટીની તમામ રૂટની બસો મુસાફરોની સલામતીને ધ્યાને રાખીને બંધ રાખવામાં અાવી છે.

માધવપુરનો ભાતીગળ મેળો તેમજ ગુજરી બજાર કેન્સલ

ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના વિવાહ માધવપુર ખાતે યોજાઇ છે તેમજ અા વિવાહ દરમ્યાન દર વર્ષે રામનવમીના દિવસથી માધવપુર ખાતે રાષ્ટ્રીયકક્ષાનો ભાતીગળ મેળો યોજવામાં અાવે છે પરંતુ હાલ કોરોનાની દહેશતના પગલે જીલ્લાના વહીવટી તંત્રઅે અા મેળાને રદ્દ જાહેર કર્યો છે. તેમજ દર અમાસના રોજ યોજાતી ગુજરી બજાર પણ અા અમાસના દિવસે રદ્દ કરવામાં અાવી છે.

બગવદર | કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે વિદેશથી અાવેલા વ્યકિતઅોના અારોગ્યનું ચેકીંગ કરવામાં અાવે છે અને તેમના રીપોર્ટ કરાવવામાં અાવે છે, ત્યારે બગવદર ગામે અાવેલા અેક પરીવારના 3 વ્યકિતઅોમાં અેક વ્યકિત માલદીવથી અાવેલા હતા, જ્યારે બે વ્યકિત દુબઇથી અાવેલા છે. જેની જાણ થતા અારોગ્ય વિભાગ દ્વારા અા વિદેશથી અાવેલા વ્યકિતઅોની મુલાકાત લેવામાં અાવી હતી અને તેનું ઘર પર સ્ક્રીનીંગ કરીને ઘરમાં અારોગ્યની તપાસ કરવામાં અાવી રહી છે.

ટ્રાફિક અેજ્યૂકેશન ટ્રસ્ટ દ્વારા માસ્કની ખરીદી કરવામાં અાવી છે અને જિલ્લા ટ્રાફિક પીઅેસઅાઇ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં વાહન ચાલકોને માસ્કનું વિતરણ કરવામાં અાવ્યુ હતુ.


ટ્રાફિક પોલીસ દ્વારા ચાલકોને માસ્કનું વિતરણ


કોરોનાના વાયરસની દહેશતના પગલે અા વાયરસ અન્ય લોકોમાં ન ફેલાઇ તે માટે તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે સુચનાઅો અાપવામાં અાવી રહી છે અને વધુ ભીડભાડ વાળી જગ્યાઅો પર ન જવા અનુરોધ કરવામાં અાવી રહ્યો છે અને 5 કે તેથી વધુ વ્યકિતઅોને અેકઠા ન થવા માટે 144 ની કલમ લાગુ કરવામાં અાવી છે. તંત્ર દ્વારા પોરબંદરની ચોપાટીને બંધ કરાઇ છે. અને ચોપાટીના દ્વાર પર તાળા તેમજ સાકળો પર તાળા મારી દેવામાં અાવ્યા છે, અામ છતાં અાજે પોરબંદરના લોકો તેમજ પ્રવાસીઅો તાળા લટકતા જોઇને ચોપાટી અંદર જવા માટે પાળીઅો ટપીને જતા જોવા મળી રહ્યા હતા.

ચોપાટીને બંધ કરાઇ પરંતુ પ્રજા પાલન કરતી નથી

NSUIની ટીમે જનજાગૃતિ માટે બેનરો લગાવવામાં અાવ્યા હતા અને કોરોના વાયરસથી બચવાથી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં અાવ્યો હતો. શહેરના જુદા-જુદા સ્થળોઅે બેનરો લગાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.


પોરબંદરમાં NSUIની ટીમે જનજાગૃતિ માટે સાવચેતીના બેનરો લગાવાયા

ફટાણા ગામના સરકારી અાયુર્વેદિક હોસ્પિટલના તબીબ જયમલભાઇ અોડેદરાઅે ગામના સરપંચ, ઉપસરપંચ તથા ગામના અાગેવાનો સાથે અેક બેઠક કરી ગામમાં કોરોના વાયરસની અગમચેતી માટે પોસ્ટરો લગાવ્યા હતા ઉકાળાની ચીજવસ્તુઅો હોસ્પિટલ તરફથી વિનામૂલ્યે અાપવામાં અાવી હતી.

ફટાણામાં અાયુર્વેદિક ઉકાળાની વસ્તુઅો વિનામુલ્યે વિતરણ કરાઇ, જનજાગૃતિ માટેનાં કાર્યક્રમ યોજાયા


ગઇકાલે રાજકોટમાં અેક કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો હતો, જેમાં અા યુવાન સાથે ટ્રેનમાં મુસાફરી કરનાર પોરબંદરના અેક યુવાનને પણ સિવીલ હોસ્પિટલના અાઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો તેમજ પોરબંદરના અેરપોર્ટના કર્મચારીને પણ શંકાસ્પદ જણાતા અાઇસોલેશન વિભાગમાં દાખલ કરીને અા બન્ને યુવાનોના નમુનાઅો જામનગરની લેબોરેટરી ખાતે મોકલાયા હતા, જેમાં અા બન્ને નમુનાઅોનો રીપોર્ટસ નેગેટીવ અાવતા પોરબંદર અારોગ્ય તંત્ર તથા સિવીલ હોસ્પિટલ તંત્રઅે રાહતનો શ્વાસ લીધો હતો.તસવીર - નાગેશ પરમાર


પોરબંદરમાં અાઇસોલેશન વોર્ડમાં દાખલ બન્ને યુવાનોના રીપોર્ટ નેગેટીવ અાવતા હાશકારો


બગવદર ગામે વિદેશથી અાવેલ 3 વ્યકિતઅોને નજર હેઠળ રખાયા

પોરબંદરના રેલ્વે સ્ટેશન પર અાજે બપોરે 1 વાગ્યે મેડિકલ ટીમ કાર્યરત કરી દેવામાં અાવી છે. જે પોરબંદર સ્ટેશન પર અાવતી તમામ ટ્રેનોના મુસાફરોનું સ્ક્રીનીંગ કરીને ચકાસણી કરશે, જોકે અા મેડિકલ ટીમ કાર્યરત થઇ તે પહેલા સવારે 5.30 વાગ્યે મુંબઇથી પોરબંદર અાવેલ મુંબઇ સેન્ટ્રલ ટ્રેન નં.19015, સવારે 10 વાગ્યે અાવેલી ભાણવડ-પોરબંદર ટ્રેન નં.59213, સવારે 11.30 કલાકે અાવેલી રાજકોટ-પોરબંદર ટ્રેન નં.19571, બપોરે 12.30 કલાકે અાવેલ દિલ્હી-પોરબંદર અાવેલી ટ્રેન નં.19263 ના મુસાફરોનું સ્ક્રીનીંગ કરી શકાયુ ન હતુ.

રેલ્વે સ્ટેશન પર મેડિકલ ટીમ કાર્યરત કરાઇ
અન્ય સમાચારો પણ છે...