કોરોના સામે તંત્ર સતર્ક પોરબંદરમાં કોરોના પોઝિટીવ મહિલાના ઘર નજીકના વિસ્તારોમાં સર્વે હાથ ધરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં કોરોના વાયરસનો પ્રથમ અેક મહિલાનો પોઝીટીવ કેસ સામે અાવ્યો હતો, જેમાં અા મહિલાની પૂત્રી અઠવાડીયા પહેલા દુબઇથી અાવી હતી. હાલ અા મહિલા તેમજ તેની પૂત્રીને સિવીલ હોસ્પીટલ ખાતેના અાઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં અાવેલ છે. તેમજ આ મહિલા સારવાર માટે જે ખાનગી હોસ્પિટલે ગઈ હતી, તે તબીબને પણ કવોરનટાઇન સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.જીલ્લામાં કોરોના વાયરસને પગલે ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે હાલની સ્થિતી મુજબ સેમી અાઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ 16 દર્દીઅો દાખલ છે અને જે પૈકી 7 દર્દીઅોના સ્વોબના નમુના પરિક્ષણ માટે જામનગરની લેબ ખાતે મોકલી અાપવામાં અાવ્યા છે, તેમજ કવોરન્ટાઇન સેન્ટરમાં હાલ 110 વ્યકિતઅોને ચકાસણી હેઠળ રખાયા છે. દુબઈથી આવેલ એક યુવતી ની માતાને કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું, અને આ પરિવારના સવૉબ ના નમૂના રાજકોટ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં દુબઈથી આવેલ યુવતી સહિત તેના પરિવારના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

પોરબંદરમાં પ્રથમ અેક 48 વર્ષીય મહિલાનો પોઝીટીવ કેસ સામે અાવ્યો છે, અા મહિલાની 23 વર્ષીય અપરણિત પૂત્રી અઠવાડીયા પહેલા દુબઇથી અાવી હતી અને દુબઇથી મુંબઇ સુધી ફલાઇટમાં અાવી હતી અને ત્યારબાદ મુંબઇથી અેક ખાનગી વાહન કરીને પોરબંદર અાવી હતી. અા યુવતિને જીલ્લાના કવોરન્ટાઇન સેન્ટર ખાતે રાખવામાં અાવી હતી અને ત્યારબાદ હોમ કવોરન્ટાઇનમાં રાખવામાં અાવેલ હતી. અા યુવતિની માતાને તાવ અાવતા તેના સ્વોબનો નમુનો મોકલ્યો હતો અને રીપોર્ટ પોઝીટીવ અાવતા પોરબંદર જીલ્લામાં પ્રથમ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. હાલ અા મહિલાને સિવિલના અાઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં અાવ્યા છે. તેમજ પરીવારના ત્રણ સભ્યો જેમાં યુવતિના પિતા, યુવતિની બહેન અને નાના ભાઇને જિલ્લાની કવોરંટાઇન સેન્ટર ખાતે ચકાસણી હેઠળ રખાયા છે. કોરોના પોઝિટિવ કેસ આવતા જ પોરબંદર તંત્ર હરકત માં આવ્યું હતું અને ગઈકાલે સાંજે જ કોરોના પોઝિટિવ મહિલાના ઘર સહિતના વિસ્તારમાં સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું, અને આ મહિલા કોના કોના સંપર્કમાં આવ્યા હતા તેની પણ તપાસ હાથ ધરી, મહિલાના ઘર નજીકના તમામ ઘરોમાં સર્વે હાથ ધરી સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.તેમના પરિવારના વ્યક્તિઓના સ્વોબના નમુનાઅો રાજકોટ ખાતે મોકલવામાં અાપવામાં આવ્યા હતા, જેમાંથી 3 ના નમૂના નેગેટિવ આવ્યા છે, જ્યારે દુબઈ થી આવેલ યુવતીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. કોરોના પોઝિટિવ મહિલા પોતાની સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં ગયા હતા, જેથી આ તબીબને પણ કવોરન્ટાઇન સેન્ટર ખાતે ચકાસણી હેઠળ રાખવામાં આવ્યા છે, ઉપરાંત આ મહિલાના ઘરે કામ માટે આવતી મહિલાને પણ કવોરંટાઇન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે.હાલ આ સેન્ટર ખાતે 110 વ્યકિતઅો ચકાસણી હેઠળ રાખવામાં અાવ્યા છે. હોમ કવોરન્ટાઇનમાં કુલ 463 વ્યકિતઅોને ચકાસણી હેઠળ રખાયા હતા જે પૈકી 104 વ્યકિતઅોનું હોમ કવોરન્ટાઇન પૂર્ણ થઇ ગયુ છે. હોમ કવોરન્ટાઇનમાં રાખાવમાં અાવેલ વ્યકિતઅોની ચકાસણી માટે ડોર-ટુ-ડોર સર્વે કરવા જુદી જુદી ટીમો દ્વારા અત્યાર સુધી 1,05,118 ઘરો અેટલે કે 4,86,500 વ્યકિતઅોનો સર્વે કરવામાં અાવેલ છે. હાલ સિવીલના સેમી અાઇસોલેશન વોર્ડમાં 17 શંકાસ્પદ દર્દીઓને દાખલ કરાયા છે.

જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનાર 41 વ્યક્તિઓ સામે ગુન્હો નોંધાયો
અન્ય સમાચારો પણ છે...