અફઘાનિસ્તાનમાં ઈરાનથી 1.5 લાખ લોકો પહોંચ્યા, તેમાં 10 ટકાનું જ સ્ક્રીનિંગ થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

{ ઈરાનમાં વધુ 157 લોકોના મૃત્યુ, મૃતકોની કુલ સંખ્યા 2,234 થઈ, છઠ્ઠો સૌથી વધુ પ્રભાવિત દેશ

{ અફઘાનિસ્તાનની ઈરાન સાથેની સરહદો સંપૂર્ણ બંધ કરવી અશક્ય

ઈરાનમાં કોરોના વાઈરસને પગલે વધુ 157 મૃત્યુ થયા છે. આ સાથે જ અહીં થયેલા મૃત્યુનો કુલ આંક 2,234 પર પહોંચી ગયો છે. ઈરાન કોરોનાથી પ્રભાવિત છઠ્ઠો સૌથી મોટો દેશ છે. આ સ્થિતિમાં અહીં રહેતા અફઘાનો વતન પરત ફરી રહ્યા છે. 8 માર્ચથી 21 માર્ચ વચ્ચે ઈરાનમાંથી આશરે 1.15 લાખ અફઘાનો પરત આવ્યા છે, જેમાથી માંડ 10%નું જ એરપોર્ટ પર સ્ક્રીનિંગ થયું છે. દેશભરમાં ફેલાયાલા આ લાખો લોકોને કોરોનાના સુપર સ્પ્રેડર પણ ગણાવાઈ રહ્યા છે. આ લોકો હેરાત પ્રાંતના રસ્તે અફઘાનિસ્તાનમાં પ્રવેશી રહ્યા છે, જ્યાં કુલ 58 પોઝિટિવ કેસ મળ્યા છે. જ્યારે સમગ્ર અફઘાનિસ્તાનમાં કુલ 84 કેસ છે, જેમાંથી બેનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

અફઘાન આરોગ્ય મંત્રી ફિરોજુદ્દીન ફિરોજના કહેવા પ્રમાણે, સરકારનું અનુમાન છે કે ઈરાનથી આવેલા લોકોના કારણે દેશમાં આશરે 3.40 કરોડ લોકો પર કોરોનાનો ખતરો છે. જો સ્થિતિ કાબુમાં નહીં લેવાય તો 1.10 લાખ લોકો મરી જશે. બીજી તરફ, રાષ્ટ્રપતિ અશરફ ગનીએ લોકોને ભેગા નહીં થવા અપીલ કરી છે, પરંતુ લોકો નિયમો નથી પાળી રહ્યા.

અફઘાનિસ્તાનના આરોગ્ય મંત્રીએ કહ્યું- અહીં 1.10 લાખ લોકોના મોતની આશંકા


મોટો ખતરો } અફઘાનિસ્તાનમાં 3.4 કરોડ લોકો જોખમમાં, પૂરતી કિટ પણ નથી


રશિયા: 182 નવા કેસ, જરૂરી ચીજોના સ્ટોર ખુલ્લા રહેશે, મોસ્કો લૉકડાઉન

રશિયામાં એક દિવસમાં કોરોનાના 182 નવા કેસ સામે આવ્યા છે. તેનાથી દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 840 થઈ ગઈ છે, જ્યારે ત્રણના મૃત્યુ થઈ ચૂક્યા છે. આ દરમિયાન મોસ્કોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓને છોડીને બાકીના બધા એકમ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

બ્રિટન: સમગ્ર દેશમાં નાકાબંધી, 15% લોકો કારણ વિના ઘર બહાર નીકળે છે

બ્રિટીશ પોલીસે સમગ્ર દેશમાં નાકાબંધી કરી દીધી છે. ફક્ત ભોજન, દવા માટે જ ઘર છોડવાની લોકોને અપીલ કરાઈ રહી છે. સર્વે પ્રમાણે, 7% લોકો ફક્ત દોસ્તોને મળવા, 8% લોકો બિનજરૂરી ખરીદી કરવા ઘર બહાર નીકળી રહ્યા છે.

સિંગાપોર: હજુ સુધી 631 કેસ, તેમાંથી દર પાંચમો શખસ બ્રિટનથી પરત ફર્યો

સિંગાપોરના અધિકારીઓના કહેવા પ્રમાણે, સિંગાપોરમાં અત્યાર સુધી કુલ 631 કેસ મળ્યા છે. તેમાંથી 121 લોકો બ્રિટનથી પાછા આવ્યા છે. અહીં એક પણ મૃત્યુ નથી થયું કારણ કે, કોરોના સામે લડવા જે દેશોએ સૌથી સારું કામ કર્યું છે, તેમાં સિંગાપોર પણ સામેલ છે.

ઈટાલી: કોરોના પોઝિટિવના અંતિમ સંસ્કારમાં પણ ભાગ લેવા પર તંત્રની રોક

ઈટાલીમાં કોરોનાથી મૃત્યુ પામનારાના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા પર પણ રોક લગાવાઈ છે. કોઈ પણ મૃતદેહની નજીક નહીં જવાનો આદેશ કરાયો છે. ત્યાં સુધી કે મૃતકોને તેમના પસંદગીના કપડાંમાં દફનાવવાની તંત્ર દ્વારા ના પડાઈ છે.

જર્મનીએ ડિવાઈસ બનાવ્યું, 2.5 કલાકમાં ફ્લૂની તપાસ થશે


હેરાત પહોંચનારા મોટા ભાગના લોકોમાં ફ્લૂના લક્ષણ મળ્યાં


જર્મનીની દિગ્ગજ કંપની બોશે કોરોના વાઈરસ ટેસ્ટ કરવા માટે નવું ડિવાઈસ તૈયાર કર્યું છે. આ ટેકનિકથી સેમ્પલને દૂર લેબ સુધી મોકલ્યા વિના ફક્ત અઢી કલાકમાં નક્કી કરી શકાશે કે, જે તે વ્યક્તિ કોરોનાનો ભોગ બન્યો છે કે નહીં. તેમાં સમય તો બચશે જ. આ સિવાય સેમ્પલને ટ્રાન્સપોર્ટ કરવામાં થતો ખર્ચ પણ બચશે. આ ડિવાઈસથી કરાયેલી જુદા જુદા ટેસ્ટના પરિણામો 95% સુધી સટીક છે. આ ડિવાઈસથી એક દિવસમાં 10 ટેસ્ટ થઈ શકશે. કંપનીએ કિંમત જાહેર નથી કરી.

અફઘાનિસ્તાન સરકારનું કહેવું છે કે, જો સરહદ પણ બંધ કરી દેવાય, તો અફઘાનો વતન પરત ફરવા બીજો કોઈ રસ્તો શોધી જ લેશે. આ લોકો ખીચોખીચ ભરેલી ટેક્સી, બસો અને વાનમાં અફઘાનિસ્તાન પાછા આવી રહ્યા છે. લોકો હેરાતની હોટલો અને હોસ્ટેલોમાં રોકાયા છે. ગવર્નરે કહ્યું કે, હેલ્થ વર્કર, માસ્કર અને થર્મોમીટરની કમી છે. પાછા આ‌વ્યા તેમાં થોડાની તપાસ કરાઈ છે, જેમાંના મોટા ભાગનામાં ફ્લૂના લક્ષણો દેખાયા છે.
અન્ય સમાચારો પણ છે...