તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢના 3 સહિત 4 શખ્સો સામે પાસાનું શસ્ત્ર લગાવાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના 2 બુટલેગરો તેમજ 2 માથાભારે મળી કુલ 4 શખ્સોની પાસા હેઠળ ધરપકડ કરી તેને વિવિધ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી સૌરભ સિંઘે બુટલેગરો તેમજ અસામાજીક પ્રવૃત્તિ કરનારા માથાભારે શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવા સૂચના અપાતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એલસીબીના પીઆઇ આર.સી. કાનમિયા, પીએસઆઇ આર. કે.ગોહિલ, તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ એસ. કે. માલમ અને સી ડિવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી. જી. બડવાએ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત બાદ જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ પાસનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. આ વોરંટના આધારે બલીયાવાડના બુટલેગર અશોક ભગુભાઇ વાંક, પંચેશ્વર વિસ્તારના બુટલેગર અમરા સાજણભાઇ કોડીયાતર તેમજ સંઘાડીયા બજારના માથાભારે અકરમ ઉર્ફે અક્રમ પટેલ ઇકબાલ જેઠવા અને લંઘાવાડા વિસ્તારના માથાભારે સોહિલ જમાલભાઇ શેખને ઝડપી લઇ સેન્ટ્રલ જેલ વડોદરા, અમદાવાદ અને લાજપોર જેલ સુરત ખાતે મોકલી દેવામાં આવ્યા છે. આ કામગીરીમાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઅેસઆઇ બી.એચ. કોરાટ, વી.યુ. સોલંકી તેમજ સી ડિવીઝન સ્ટાફ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

ઝડપાયેલા શખ્સોને અમદાવાદ, વડોદરા, સુરત જેલ હવાલે કરાયા

અન્ય સમાચારો પણ છે...