તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

85 દુકાનો,ચાની 58 લારી, રસના 46 સિચોડાને મનપાએ બંધ કરાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાનો વાયરસ વધુ ન ફેલાય તે માટે જ્યાં ભીડ એકઠી થાય તેમ હોય તેવા સ્થળોને બંધ રાખવા જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી અને મનપાના કમિશ્નર તુષાર સુમેરાએ આદેશ કર્યો હતો. જોકે, તેમ છત્તાં શહેરના અનેક વિસ્તારોમાં આ નિયમનું ઉલ્લંઘન થતું હોવાની જાણ થતા મનપાની દબાણ શાખાએ કામગીરી હાથ ધરી હતી. દબાણ અધિકારી ભરતભાઇ ડોડીયાના માર્ગદર્શનમાં દબાણની ટીમે શહેરના તળાવ દરવાજા, મોતીબાગ, મધુરમ, ભૂતનાથ, ગાંધીચોક, સિવીલ હોસ્પિટલ વિસ્તાર, ચિત્તાખાના ચોક તેમજ સુખનાથ ચોકમાં જઇ ખુલ્લા રહેલા અને ભીડભાડ કરનાર સ્થાનોને બંધ કરાવ્યા હતા. આ કામગીરી દરમિયાન કુલ નાસ્તાની લારી અને પાનના ગલ્લા સહિત 85 દુકાનો, રસના 46 સિચોડા અને ચાની 58 લારીઓને બંધ કરાવી હતી. તેમજ જો રવિવારે ચાલુ રાખવામાં આવશે તો નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતું.

હવે રવિવારે ખુલ્લી રખાશે તો કરાશે સખ્ત કડક કાર્યવાહી

ભીડભાડ વાળા સ્થળો બંધ રાખવા તંત્રએ આદેશ કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...