તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા જેલના 76 કેદીને 2 માસના વચગાળાના જામીન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લા જેલમાંથી 76 કેદીઓને વચગાળાના 2 માસના જામીન આપવામાં આવ્યા છે. હાલ કોરોનાના કારણે જેલમાં ભીડ ન રહે અને વાઇરસથી નુકસાન ન થાય તે માટે આ નિર્ણય સુપ્રમિ કોર્ટની ગાઇડ લાઇન મુજબ લેવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગત મુજબ હાલમાં કોરોનાની મહામારી સામે દેશ ઝઝુમી રહ્યો છેે. આ બિમારીમાં લોકો વચ્ચે ડિસ્ટન્સ રહેવું જરૂરી છે જેથી બિમારીથી અન્ય વ્યક્તિ સંક્રમિત ન થાય. દરમિયાન સુપ્રિમ કોર્ટે ગાઇડ લાઇન બહાર પાડી કોરોનાના કારણે કેદીઓને નુકસાન ન થાય તે માટે તેમને વચગાળાના જામીન આપવા આદેશ કર્યો છે.

ત્યારે સુપ્રિમ કોર્ટના આદેશની જૂનાગઢ જિલ્લા જેલમાં પણ અમલવારી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા જેલમાંથી કુલ 76 કેદીઓને 2 માસના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. આ 76 કેદીમાં 17 કેદી ભરણપોષણ કેસના પાકા કામના કેદી, જ્યારે 59 કાચા કામના કેદી કે જેને 7 વર્ષકે તેથી નીચેની સજાની જોગવાઇ છે તેનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...